Meteorologist Ambalal Patel’s forecast: અરબી સમુદ્રમાં આ દિવસોમાં એક ચક્રવાતી તોફાન ઉઠી રહ્યું છે.જેને હવામાન નિષ્ણાતો તેનું ‘તેજ’ નામ રાખ્યું છે.અરબી સમુદ્રમાં ચક્રવાતી તોફાનના કારણે દેશના પશ્ચિમ કિનારા પર તેની ઘણી અસર થવાની ધારણા છે. હવામાન વિભાગ (IMD)એ જણાવ્યું છે કે ચક્રવાતી તોફાન તેજની ગુજરાત પર કોઈ અસર થશે નહિ.હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની(Meteorologist Ambalal Patel’s forecast) આગાહી સામે આવી રહી છે. તેમના અનુસાર 22 ઓક્ટોબરથી ચક્રવાત સર્જાશે અને સાયક્લોન ઓમાન તરફ ફંટાશે, ચક્રવાતનો ટ્રેક 22 ઓક્ટોબર પછી સ્પષ્ટ કહી શકાય.
અહીં રહેશે વાદળછાયું વાતાવરણ
અંબાલાલ પટેલે જણાવ્યા આનુસાર, દેશના ઉત્તરીય પર્વતિય પ્રદેશોમાં પશ્ચિમ વિક્ષેપ આવી શકે છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તારીખ 24 ઓક્ટોબર આસપાસ બંગાળના ઉપસાગરમાં પણ હવાનું દબાણ સર્જાય શકે છે. અરબ સાગરમાં મજબૂત ચક્રવાત બની શકે છે. ચક્રવાતની ગતિવિધી 150 કિમીથી વધુની હોઈ શકે છે.
26થી 28 ઓક્ટોબરે હવામાન પલટાતા ઠંડી વધશે
તેઓએ જણાવ્યું છે કે, પશ્ચિમ વિક્ષેપ આવશે તો ઠંડી પણ ઘટી જશે. જો પશ્ચિમ વિક્ષેપ હટે તો ઠંડી ખુબ વધી શકે છે. દિવાળીમાં પશ્ચિમ વિક્ષેપ હટવાના કારણે ઠંડી વહેલી પડશે તેવું હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે. તેઓએ વધુમાં જણાવ્યું છે કે, તારીખ 22, 23 ઓક્ટોબર દક્ષિણ ભારતનું હવામાન પલટાશે, જ્યારે તારીખ 24, 25 ઓક્ટોબરે પશ્ચિમ ભારતનું હવામાન પલટાશે અને 26થી 28 ઓક્ટોબરે ઉત્તર ભારતનું હવામાન પલટાતા ઠંડી વધશે.
ગુજરાત પર અસર નહીં થાયઃ IMD
તો દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાંથી ઉદ્ભવતા ચક્રવાતી તોફાન ‘તેજ’ની ગુજરાત પર કોઈ અસર સર્જાશે નહિ. હવામાન વિભાગ (IMD)ના એક અધિકારીએ આ માહિતી આપી છે. IMDએ કહ્યું છે કે ક્યારેક-ક્યારેક ચક્રવાત પણ પોતાનો રસ્તો બદલી નાખે છે. તારીખ 22 ઓક્ટોબરની સાંજ સુધીમાં તેના ભયંકર ચક્રવાતી તોફાનમાં રૂપાંતરિત થઈને દક્ષિણ ઓમાન અને યમનના દરિયાકાંઠા તરફ આગળ વધવાની શક્યતા દેખાઈ રહી છે.
હવામાન વિભાગે કહ્યું છે કે, ચક્રવાત ‘તેજ’ પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશાની તરફ આગળ વધી શકશે. આવી સ્થિતિમાં તેની ગુજરાત, જે પશ્ચિમમાં છે, તેના પર કોઈ અસર સર્જાશે નહી. આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં હવામાન સૂકું રહેશે. રાજ્યના રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ કહ્યું કે હાલમાં ચક્રવાત તેજ કોઈ ખતરો નથી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube