દીલ્હી ભડકે બળ્યા બાદ હવે શું મેટ્રો સ્ટેશનનો વારો? ‘ગોળી મારો…’નો સૂત્રોચ્ચાર કરી રહેલા આ 6 લોકોની ધરપકડ, જુઓ વિડીઓ

દિલ્હીના રાજીવ ચોક મેટ્રો સ્ટેશન પર નારેબાજી કરવાના આરોપમાં સીઆઇએસએફએ છ યુવકોની અટકાયત કરી છે. શનિવારે સવારે 6 યુવકોના એક જૂથે રાજીવ ચોક મેટ્રો સ્ટેશન પર દેશના ગદ્દારોને ગોલી મારોના નારા લગાવ્યા હતા. સામાન્ય દિવસોની માફક સ્ટેશન પર યાત્રીઓની અવર-જવર હતી, તે સમયે સફેદ શર્ટ અને માથા પર રૂમાલ રાખી કેટલાક યુવકો અચાનક દેશના ગદ્દારોને ગોળી મારો…ના નારા લગાવવા લાગ્યા હતા. આ નારા લગાવવામાં આવતા સ્ટેશન પર ભારે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.ત્યાં હાજર રહેલ CISFના જવાનોએ તેમને તાત્કાલીક ઝડપી લીધા હતા અને મેટ્રો સુરક્ષાના અધિકારીઓને સોંપી દેવામાં આવ્યા હતા. CISF અનુસાર આ ઘટના મેટ્રોની રફ્તાર પર કોઈ અસર નહી કરી શકે. આ 6 યુવકોની પૂછપરછ ચાલી રહી છે.

દિલ્હીના રાજીવ ચોક મેટ્રો સ્ટેશન પર કેસરી રંગના ટી-શર્ટ અને કુર્તા પહેરેલા પાંચથી છ વ્યક્તિઓએ સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. ટ્રેનમાંથી ઉતર્યા પછી પણ, આ લોકોએ સીએએ અને ‘ દેશના ગદ્દારોને ગોળી મારો…’ ના સમર્થનમાં નારા લગાવ્યા હતા. સીઆઈએસએફના જવાનોએ આ લોકોને રોક્યા અને દિલ્હી પોલીસને હવાલે કર્યા.

વિડિયો વાઈરલ થયો

મેટ્રો સ્ટેશન પર સૂત્રોચ્ચારનો વિડિયો વાઈરલ થયો છે. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (DMRC)ના જણાવ્યા પ્રમાણે આ ઘટના સવારે 10:52 વાગે થઈ હતી. સ્ટેશન પર કોઈ પણ પ્રકારનું પ્રદર્શન કરવા પર પ્રતિબંધ છે. સ્ટેશન પર એક ટ્રેન રોકાવાની હતી ત્યારે કેટલાક યુવકોએ નારા લગાવવાની શરૂઆત કરી હતી. આ યુવકોએ CAAની તરફેણમાં પણ નારા લગાવ્યા હતા.

‘દેશના ગદ્દારોને, ગોલી મારો’ના નારા

ડીસીપી મેટ્રોએ કહ્યું કે, બપોરે 12.30 વાગ્યે 6 યુવકોએ રાજીવ ચોક મેટ્રો સ્ટેશન પર ‘દેશના ગદ્દારોને, ગોલી મારો’ના નારા લગાવી રહ્યા હતા. આ યુવકોની અટકાયત કરીને રાજીવ ચોક મેટ્રો પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા હતા. સમાચાર એજન્સીના રિપોર્ટ અનુસાર મેટ્રો રાજીવ ચોક સ્ટેશન પાસે પહોંચવાની હતી, ત્યારે જ આ યુવકોએ નારેબાજી શરૂ કરી દીધી હતી. ટ્રેનથી ઉતરીને આ લોકોએ CAA ના સમર્થનમાં નારેબાજી કરી હતી. આ ઘટનાને ગંભીરતાથી લેતા CISF તાત્કાલીક પગલાના ભાગ રૂપે આ 6 યુવકોની ઘરપકડ કરી છે. દિલ્હી પોલીસને સોંપી દેવામાં આવ્યા છે.

વિપક્ષે દિલ્હીમાં હિંસા માટે આ પ્રકારના નારાને જવાબદાર ગણાવ્યા છે

નાગરિકતા સંશોધન કાયદા (CAA)ના મુદ્દે છેલ્લા કેટલાક દિવસથી ઉત્તર-પૂર્વી દિલ્હીમાં જે હિંસા થઈ તેમા આશરે 42 લોકોના મોત થયા છે. કોંગ્રેસના નેતાઓએ અનુરાગ ઠાકુરના આ નારાને હિંસા માટે જવાબદાર ઠરાવ્યા છે. આરોપ છે કે ભાજપના નેતાઓએ દિલ્હીમાં હિંસા માટે લોકોને ઉશ્કેર્યા છે. આ પ્રકારના સૂત્રોચ્ચાર બાદ દિલ્હીમાં CAA વિરોધમાં પ્રદર્શન કરી રહેલા લોકો પર એક યુવકે ખુલ્લેઆમ ફાયરિંગ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *