વિશ્વની જાણીતી અને મોટી ગણાતી એવી માઈક્રોસોફ્ટ કંપનીએ જાપાન યૂનિટમાં ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં કર્મચારીઓ પાસેથી 1 મહિનામાં અઠવાડિયામાં 4 દિવસ કામ કરાવેલું અને 3 દિવસ વીકલી ઑફ એટલે કે બાકીના દિવસ રજા આપી દીધી હતી. ત્યાર પછી કંપનીએ ચોંકવનારા પરિણામ જોયા. તેમણે જોયું કે, કર્મચારીઓની ઉત્પાદન ક્ષમતા પાછલા વર્ષની તુલનામાં 40 ટકા વધારો થયો છે.
તમને જણાવી દઈએ કે જાપાન એક એવો દેશ છે, જ્યાં કર્મચારીઓ પાસેથી વધારાનું કામ (ઓવર ટાઈમ) કરાવવામાં આવે છે. અને ત્યાના લોકો પણ હોંશે હોંશે કામ કરવા તૈયાર થઇ જાય છે. તો ઓછા દિવસ કામ કર્યા પછી જે પરિણામ સામે આવ્યું છે, જે જાણી સૌ કોઈ હેરાનીમાં મૂકાય ગયા. કારણ કે પહેલા જે કામ કરતા હતા તેના કરતા ઓછું કામ કર્યું તેમ છતાં પરિણામ આટલું સારું આવ્યું હતું.
ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં કર્મચારીઓને કંપનીએ અઠવાડિયામાં શુક્રવાર, શનિવાર અને રવિવારે રજા આપી દીધી હતી. જેને કારણે જ્યાં કર્મચારીઓએ અઠવાડિયામાં 5 કે 6 દિવસ કામ કરવું પડતું, તેમણે હવે અઠવાડિયામાં 4 દિવસ કામ કરવાનું હતું. તેમ છતાં અને આના કારણે જ કર્મચારીઓની ઉત્પાદન ક્ષમતામાં 40 ટકાનો વધારો થયો. જેની સાથે જ ઓફિસમાં 59 ટકા ઓછા કાગળનો ઉપયોગ થયો, વીજળીના ખર્ચમાં 23 ટકાનો ઘટાડો નોંધાયો. કોઈ પણ મીટિંગ અડધો કલાક કરતા વધારે ચાલી નહિ. 94 ટકા કર્મચારીઓ આ પ્રોગ્રામથી ખુશ હતા.
ઓગસ્ટ મહિનામાં કરવામાં આવેલા સરવેને વર્ક લાઈફ ચોઈસ રણનીતિનો ભાગ બનાવવામાં આવ્યો હતો. જેનો હેતુ, કર્મચારીઓ વધારે સરળતાથી કામ કરી શકે તેને મદદ કરવાનો હતો. માઈક્રોસોફ્ટ ફરીથી આ પ્રોગ્રામ કરવાની યોજના બનાવી રહ્યું છે. અઠવાડિયામાં 4 દિવસ કામ કરવાનો કોન્સેપ્ટ વૈશ્વિક બજારમાં નવું ઉદાહરણ છે. આ આઈડિયા ઓછા સમયમાં વધારે કુશળ કામને પ્રોત્સાહન આપવાનો છે. કંપનીએ કર્મચારીઓને કહેલું, થોડા સમયમાં કામ કરો, આરામ કરો અને સારી રીતે શીખો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.