ઉત્તર પ્રદેશ(મિર્ઝાપુર): આપણે ત્યાં પહેલાના સમયમાં બાળ વિવાહ કરવામાં આવતા હતા. પરંતુ, સ્વતંત્ર થયા બાદ તેના પર કાયદો લાવવામાં આવતા પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેમ છત્તાં સમાજના અમુક લોકો આજે પણ આવું કૃત્ય કરતા ડરતા નથી. તેવી જ એક બાળ વિવાહની ઘટના ઉત્તરપ્રદેશના મિર્ઝાપુરમાંથી સામે આવી છે. પોલીસ દ્વારા વરરાજા સહિત વરઘોડામાં સામેલ લોકોને જેલ ભેગા કરવામાં આવ્યા છે. જાણવા મળ્યું છે કે, દુલ્હનની ઉંમર 12 વર્ષની છે અને તે 8માં ધોરણમાં ભણે છે. જ્યારે વરરાજાની ઉંમર 40 વર્ષની હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા માનવ તસ્કરીની આશંકા સાથે આ કેસની તપાસ કરવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ, આ મામલો મિર્ઝાપુરના લાલગંજ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવતા કોટા ઘાટ બિજરી ગામનો છે. જ્યાં એક 12 વર્ષની છોકરીના લગ્ન જબરજસ્તીથી 40 વર્ષના પુરુષ સાથે કરવામાં આવતા હતા. મામલાની જાણ થતા જ આખા વિસ્તારમાં હડકંપ મચી જવા પામ્યો હતો. હાલ પોલીસ દ્વારા પણ ગંભીરતાથી આ કેસની તપાસ કરવામાં આવી રહી છે. ગ્રામીણો દ્વારા આ બાળ વિવાહની સૂચના જિલ્લા પ્રોવેશન અધિકારીને આપવામાં આવી હતી. ઘટના સ્થળે સમય પર પોલીસ પહોંચી ગઈ હતી અને થઈ રહેલા આ લગ્નને રોકી લીધા હતા.
આ દરમિયાન વરરાજા સહિત વરઘોડામાં સામેલ 8-10 લોકોને પોલીસે પકડ્યા હતા અને લાલગંજ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યાં તેમની કડકાઈથી પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આ કેસમાં બાળ વિવાહની આડમાં માનવ તસ્કરીના અંગેલની પણ તપાસ કરવામાં આવી રહી છે. કારણ કે, સીતાપુર નેપાળ સાથે જોડાયેલું જનપદ છે. કહેવામાં આવી રહ્યું છે કે, પકડાયેલા કેટલાંક લોકો સીતાપુરનો બીજેપીનો યુથ અધ્યક્ષ પણ સામેલ છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ લગ્નથી છોકરીના ઘરના લોકોને એક લાખ રૂપિયા મળવાના હતા. જેના કારણે તેઓ પોતાની નાનકડી બાળકીના લગ્ન કરાવી રહ્યા હતા. જ્યારે પૂછપરછમાં જાણવા મળ્યું કે, વરરાજાનું નામ ભાનુ શુક્લા છે અને છોકરી કોલ સમાજની છે. આ અંગે જિલ્લા પ્રોવેશન અધિકારીનું કહેવું છે કે, તેમને સૂત્રો દ્વારા બાળ વિવાહની જાણ થઇ હતી.
જાણવા મળ્યું છે કે, છોકરી નાબાલિક છે અને તેની ઉંમર ફક્ત 12 વર્ષની છે. જ્યારે વરરાજાની ઉંમર 38 થી 40 વર્ષ વચ્ચેની છે. આ સોદો એક લાખ રૂપિયામાં થયો હોવાનું ગામના લોકોએ જણાવ્યું હતું. આ ઉપરાંત બાળ વિવાહની આડમાં માનવ તસ્કરી પણ થઈ રહી હોવાની આશંકા લગાવવામાં આવી છે. કારણ કે, છોકરી કોલ સમાજની છે અને છોકરો બ્રાહ્મણ સમાજનો છે. હાલ બધા આરોપીઓની કડકાઈથી પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત જાણવા મળ્યું છે કે, તેમના વિરુદ્ધ કેસ પણ દાખલ કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.