ઘણી વાર તમે સાંભળ્યું હશે કે, બાળક એના માતા-પિતાનાં ગૌરવનું કારણ બનતા હોય છે. ધૈર્ય તેમજ દ્રઢ સંકલ્પની સાથે કંઈ પણ હાંસલ કરી શકાય છે, એની મિસાલ પુરવાર એક છોકરીએ કરી છે આ છોકરી દ્વારા ગૌશાળામાં ભણીને BA, LLB તેમજ ત્યાર બાદ LLMમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કરવામાં આવ્યું છે તેમજ થોડા જ સમયમાં સત્તાધીશ બનવાની છે કેમ કે, એનાં દ્વારા રાજસ્થાન જ્યુડિશીયલ સર્વિસ પરીક્ષાને ક્રેક કરી લેવામાં આવી છે.
જો કે, આ અવિશ્વાસનીય લાગે છે પણ સાચું છે. ઉદેપુરની સોનલ શર્મા(ઉં.વ.26), આ એક દૂધવાળાની છોકરી છે, આ છોકરી દ્વારા માત્ર તેલનાં ડબ્બા વડે બનેલા ટેબલ પર ગૌશાળામાં ભણીને આ મુકામ હાંસલ કરવામાં આવ્યું છે. અત્યારે તે રાજસ્થાન રાજ્યમાં સેશન કોર્ટમાં પહેલા નંબરે મેજીસ્ટ્રેટ પદે જોડાશે. સોનલ જ્યારે 10 વર્ષની હતી, ત્યારથી તે રોજ સવારે 4 વાગ્યે ઉઠીને ગૌશાળા સફાઈ કરતી, પિતાની સાથે દૂધનું વેચાણ કરવા જવામાં મદદરૂપ બનતી હતી.
In a remarkable story of grit and determination, a girl who has studied under a cowshed all her life emerged as a topper in BA, LLB, and LLM and she will soon become a judge as she cracked the #Rajasthan Judicial Service Examination. pic.twitter.com/Gq5kS3BPPI
— IANS Tweets (@ians_india) January 3, 2021
વચ્ચે વચ્ચે સોનલ તેની સ્કુલ તેમજ બાદ કોલેજ પણ જતી હતી, જ્યાંથી તે લાઈબ્રેરી પણ જતી હતી તેમજ ભણવા માટે મોટી નોટ્સ બનાવતી હતી કેમ કે, ન્યાયિક પરીક્ષાઓ માટે ક્લાસ કરવા સોનલ માટે ક્યારેય પણ પૂરું ન થાય એવું સપનાં જેવું જ હતું. અહીંયા સુધી કે સોનલ દ્વારા તેની ન્યાયપાલિકા પરીક્ષાની તૈયારી કરવાની સાથે પણ ઉદેપુરનાં પ્રતાપ નગર વિસ્તારમાં તેના પિતાની ડેરીમાં મદદરૂપ બનતી હતી.
23 ડિસેમ્બરનાં દિવસે સોનલને રાજસ્થાન ન્યાયિક સેવામાં પસંદગીનાં સંબંધમાં અધિસૂચનાનાં રૂપમાં જીવનનો સૌથી સારો ઉપહાર મળ્યો હતો. અધિસૂચનાને લઈને સોનલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, માટે ન્યાયાધીશ બનવા ઈચ્છા હતી, કેમ કે, હું ન્યાયને એક પુરસ્કૃત નોકરીનાં રૂપે માનું છું. મેં મારા બાળપણમાં ગરીબી જોઈ લીધી છે તેમજ ગરીબોને પડતી મુશ્કેલીથી હું સારી રીતે વાકેફ છું. તેથી મને એવો વિશ્વાસ છે કે, હું ઈમાનદારીથી મારી નોકરી કરીશ.
તેણે જોધપુરમાં ન્યાયિક એકેડમીમાં 1 વર્ષ ટ્રેનિંગ લીધા બાદ સેશન કોર્ટમાં પહેલા નંબરનાં જજ રૂપે નિમણૂક કરશે. પ્રારંભમાં મને મારા પિતાનાં ધંધા વિશે વાત કરવામાં શરમ આવતી હતી પણ અત્યારે મને એમની સાથે મારી પારિવારીક પૃષ્ઠભૂમિ પર પણ ઘણો ગર્વ છે. તે પરીક્ષાની તૈયારી કરવા માટે દરરોજનાં 10 થી 12 કલાક સુધી ભણતી હતી.
તેની મહેનત વિશે વાત કરતા સોનલે જણાવ્યું છે કે, હું ક્યારેય મારા લક્ષ્યને ભૂલી નથી. મેં ક્યારેય સોશિયલ મીડિયા પર પણ મારું અકાઉન્ટ બનાવ્યું નથી. વર્ષ 2018માં તે ફક્ત એક પોઈન્ટ માટે લિસ્ટમાં આવતી રહી ગઈ હતી. મારા પિતા દ્વારા અમને એક સારું જીવન આપવા માટે ખુબ જ મહેનત કરવામાં આવી છે. એમને સવારનાં સમયે વહેલી ઉઠીને મોડી રાત્રે સૂતા જોયા છે, તેથી અત્યારે મારા પપ્પાની જવાબદારી મારે પૂરી કરવાની છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle