ગલગોટાના ફૂલની આ રીતે ખેતી કરવાથી થશે છપ્પરફાડ ઉત્પાદન અને આવક થશે બમણી

Galgota flower Farming: જો તમને બાગાયતી ખેતીમાં રસ છે અને તમે તેનાથી લાખો રૂપિયા કમાવવા માંગો છો તો આ સમાચાર તમારા માટે છે. તમને જાણીને નવાઇ લાગશે કે ફૂલોની ખેતી કરી તમે લાખો રૂપિયા કમાઈ શકો છો. જી હા, તમે ગલગોટાના ફૂલની ખેતી(Galgota flower Farming) કરી લાખો રૂપિયા કમાઈ શકો છો. પણ તમને પ્રશ્ન થતો હશે કે આ ખેતી કઈ રીતે કરવી, તો ચાલો આજે અમને તમને જાણવીએ ગલગોટાના ફૂલની ખેતી કઈ રીતે કરવી.

ગલગોટાના ફૂલ આપણે પૂજા પાઠની સાથે સાથે સજાવટ માટે પણ ઉપયોગ કરીએ છે. આજના યુગમાં દરેક નાના-મોટા તહેવારોમાં ગલગોટાની ખૂબ જ માંગ રહે છે, જે ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક છે.

ક્યાં સમયે કરવી ખેતી
ફૂલની ખેતી આખા વર્ષ દરમિયાન કરી શકાય છે. ગલગોટાની ખેતીમાં ઓછા સમયમાં વધુ નફો મેળવી શકાય છે. ગલગોટાને અન્ય પાકની બચેલી જગ્યા પણ કરી શકાય છે.જો તમારી પાસે એક હેક્ટર જમીન છે તો, તમે તેની ખેતી કરીને દર વર્ષે લાખોની કમાણી કરી શકો છો. બજારમાં પણ ગલગોટની માંગ ઘણી છે.

આટલી છે ગલગોટાની પ્રજાતિ
તમને જણાવી દઈએ કે ગલગોટાની વાવણી પછી 125 થી 136 દિવસ પછી ફૂલો દેખાવા લાગે છે. ગલગોટાની પ્રજાતિઓ વિશે વાત કરીએ તો તમે પુસા બસંતી ગલગોટા, પુસા અર્પિતા, પુસા દીપ અને પુસા બહાર જેવી જાતો ઉગાડી શકો છો. જેનાથી તમને ફાયદો થશે.

આબોહવા કેવી જોઈએ
ખુશીની વાત એ છે કે ગુજરાતની ત્રણે ઋતુની આબોહવામાં બંને પ્રકારના ગલગોટાને ઉછેરી શકાય છે છતાં  પણ શિયાળાનું માફકસરનું ઠંડુ હવામાન અને સુર્યપ્રકાશવાળા ટૂંકા દિવસો ફુલોના ઉત્પાદન માટે વધારે અનુકૂળ આવે છે. શિયાળામાં ટૂંકા દિવસો અને નીચુ તાપમાનને લીધે છોડનો વાનસ્પતિક વિકાસ ઓછો અને ઉત્તમ ગુણવત્તાવાળા ફૂલોનું ઉત્પાદન વધારે મળે છે.

જયારે ઉનાળા અને ચોમાસામાં ઊચું તાપમાન અને લાંબા દિવસોને લીધે પુષ્પ ભેદીકરણની ક્રિયામાં વિક્ષેપ પડવાથી છોડનો વાનસ્પતિક વિકાસ વધારે થાય છે. પરિણામે છોડ ઢળી પડવાની સમસ્યા વધારે મળે છે અને ઉતરતી કક્ષાના ફૂલોની સાથે ઉત્પાદન પણ ઓછું મળે છે.

છોડના વિકાસ દરમિયાન પાણીનો ઉપયોગ ઓછો કરો , કારણ કે તે છોડના વિકાસને અટકાવી શકે છે. શિયાળામાં, દર 8-10 દિવસે સિંચાઈની મંજૂરી છે, પરંતુ ઉનાળામાં, દર 4-5 દિવસે સિંચાઈની મંજૂરી છે. પાણીની ખોટ અટકાવવા માટે અંકુરની રચનાથી લણણી સુધી સિંચાઈ જાળવી રાખો.

ગલગોટા માટે કેવી જમીન છે અનુકૂળ
તમને જણાવી દઈએ કે ગલગોટાના ફૂલ ખૂબ જ રેતાળ કે અતિ ભારે કાળી જમીન સિવાયની દરેક પ્રકારની જમીનમાં સારી રીતે ઉછેરી શકાય છે. પરંતુ આફ્રિકન ગલગોટાને ભારે કાળી જમીન જોઈએ છે, જયારે ફ્રેન્ચ ગલગોટાને હલકી રેતાળ જમીનમાં પણ ઉછેરી શકાય છે.

  • ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો:  Trishul News Gujarati
  • નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
  • વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
  • યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
  • એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App  આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App