માહિતી અને પ્રસારણ મંત્રાલયે ભારતની રાષ્ટ્રીય સુરક્ષા વિરોધી અને ફેક્ન્યુઝ ફેલાવતી ઢગલો યુટ્યૂબ, ટ્વીટર, વેબસાઈટ બ્લૉક કરી

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ youtube કેટકેટલી ન્યૂઝ ચેનલોથી ભરેલું છે. તેમાં મોટાભાગની ચેનલો ખોટી રીતે સનસનાટીભર્યા સમાચાર બહાર પાડે છે. જેમાં મોટાભાગના ખોટા સમાચાર હોય છે…

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ youtube કેટકેટલી ન્યૂઝ ચેનલોથી ભરેલું છે. તેમાં મોટાભાગની ચેનલો ખોટી રીતે સનસનાટીભર્યા સમાચાર બહાર પાડે છે. જેમાં મોટાભાગના ખોટા સમાચાર હોય છે અને સમાજમાં અફવાઓ ફેલાવતા સમાચાર હોય છે. તેમાં કોઈ સત્ય અને સ્થાન હોતું નથી. અત્યાર સુધી આવી બધી ચેનલો પર કોઈ વિશેષ કાર્યવાહી કરવામાં આવી ન હતી પરંતુ સરકારે નવા આઈટી નિયમ હેઠળ પ્રથમ વખત 22 જેટલી youtube ચેનલો બ્લોક કરી દીધી છે.

જેમાં પાકિસ્તાનની ચાર ચેનલોનો પણ સમાવેશ થઈ ગયો છે. જે youtube ચેનલો લોકોને ગેરમાર્ગે દોરી રહી હતી, તેવી ટીવી સમાચાર ચેનલોના લોગો અને ખોટા થંબ્નેઇલ નો ઉપયોગ પણ કર્યો હતો. ઉપરાંત સરકારે ત્રણ ટ્વિટ એકાઉન્ટ એક ફેસબુક એકાઉન્ટ અને એક સમાચાર વેબસાઈટને પણ બ્લોક કરી દીધી છે. તમારી જાણ ખાતર તમને જણાવી દઈએ કે, હાલના કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે આ ચેનલોને બ્લોક કરાવી છે.

સેના પર ખોટી માહિતી પ્રસારણ કરવામાં આવતી હતી
સરકારે નિવેદનમાં કહ્યું કે, youtube પર ઘણી ચેનલો ભારતીય સશસ્ત્ર દળો, જમ્મુ અને કાશ્મીર જેવા ઘણા સંવેદનશીલ મુદ્દાઓ પર નકલી સમાચાર અથવા ખોટા સમાચાર ફેલાવે છે. કેટલાક અસામાજીક તત્વો સોશિયલ મીડિયા દ્વારા ભારત વિરોધી પ્રસારણ કરે છે અને આ ચેનલોનું હેન્ડલિંગ પાકિસ્તાનથી થાય છે. આ દરેક ચેનલોને પણ બ્લોક કરી દેવામાં આવી છે.

આવી ખોટી ચેનલોને કારણે અન્ય દેશોના સંબંધમાં પડી તિરાડ
એવું પણ જાણવા મળ્યું છે કે, વર્તમાન રશિયા-યુક્રેન કટોકટી અંગે ભારતીય youtube ચેનલો પર નોંધપાત્ર પ્રમાણમાં અસત્ય અથવા ખોટી માહિતી પ્રસારિત કરવામાં આવતી હતી. આ માહિતી અન્ય દેશો સાથે ભારતના સંબંધોને પ્રભાવિત કરવાના હેતુ થી પ્રસારિત કરવામાં આવે છે. જેથી વિદેશી સંબંધો બગડે છે અને અન્ય દેશો સાથે ભારતના સંબંધો જોખમમાં મૂકાય છે.

તમારી જાણ ખાતર તમને જણાવી દઈએ કે બ્લોક કરવામાં આવેલી ચેનલો માં ARP News, AOP News, LDC News, SarkariBabu, SS ZONE Hindi, Smart News,News23Hindi,Online Khabar, DP news, PKB News, KisanTak, Borana News, Sarkari News Update, Bharat Mausam, RJ ZONE 6,Exam Report, Digi Gurukul, दिनभरकीखबरें સમાવેશ થાય છે.

ઉપરાંત પાકિસ્તાની ચેનલોમાં DuniyaMeryAagy, Ghulam NabiMadni, HAQEEQAT TV,HAQEEQAT TV 2.0 આચાર ચેનલો નો સમાવેશ થાય છે. જે એક વેબસાઈટ બ્લોક કરવામાં આવી તેનું નામ Dunya Mere Aagy છે. જે ટ્વિટર એકાઉન્ટ બંધ કરવામાં આવ્યા એકાઉન્ટ ના નામ GhulNabiMadni,DunyaMeryAagy,Haqeeqat TV છે. જે ફેસબુક એકાઉન્ટ બંધ કરવામાં આવ્યું તેનું નામ DunyaMeryAagy છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *