સમગ્ર રાજ્યમાં નવરાત્રી પર્વને મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે વડોદરા શહેરમાં ગેંગરેપની (Gangrape in vadodara) ઘટના સામે આવી છે. ભાયલી વિસ્તારમાં મિત્ર સાથે બેસેલી સગીરા સાથે ત્રણ શખ્સો દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. બનાવની જાણ થતાં વડોદરા તાલુકા પોલીસે નરાધમોને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ત્રણ નરાધમોએ સગીર બાળકીને પીંખી નાખી
આ અંગે પોલીસ સૂત્રો દ્વારા મળતી પ્રાથમિક માહિતી અનુસાર, શહેરના ગોરવા વિસ્તારમાં અંદાજીત 16 વર્ષીય સગીરા ગરબા રમાવા ઘરેથી નિકળી હતી. શહેરના છેવાડા આવેલ ભાયલી બિલ રોડ તરફ તેના મિત્ર સાથે રાતના 12 વાગ્યાની આસપાસ જઈ રહ્યા હતા. સગીરા તેના મિત્ર સાથે એક અવવારૂ જગ્યાએ બેઠા હતા, તેવામાં પાંચ જેટલા શખ્સો ત્યાં આવી પહોંચ્યાં અને સગીરાના મિત્રને માર મારી બેસાડી દઇ પાંચ પૈકીના ત્રણ નરાધમોએ સગીર બાળકીને પીંખી નાખી હતી. ઘરે પહોંચેલી સગીરાને અસહ્ય દુખાવો ઉપડતા સમગ્ર ઘટનાની જાણ માતાને કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
2 યુવકોએ પીડિતા સાથે દુષ્કર્મ આચર્યું
સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડા રોહન આનંદે જાણવ્યું હતું કે, પીડિતા પોતાના મિત્રને રાત્રીના 11.30 વાગે મળી હતી અને રાત્રે 12 વાગે સગીરા તેના મિત્ર સાથે એક અવવારૂ જગ્યાએ બેઠી હતી તે દરમિયાન બે બાઈક પર સવાર 5 લોકોએ આવ્યા હતા. પીડિતા અને તેના મિત્ર સાથે માથાકૂટ કરી હતી જેમાં 5 માથી 2 વ્યક્તિ નીકળી ગયા અને 2 યુવકોએ પીડિતા સાથે દુષ્કર્મ આચર્યું હતું. જયારે એક યુવકે પીડીતાના મિત્રને પકડી રાખ્યો હતો.
પોલીસે આપ્યું આ નિવેદન

પીડિતા ગરબા રમવા નથી ગઈ
જિલ્લા પોલીસ વડાએ ગેંગરેપ થયાની પુષ્ટિ કરતા વધુ માં જાણવ્યું હતું કે, સગીરા પીડિતા પરપ્રાંતીય છે હાલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને ઘટના ગંભીર હોય જિલ્લા પોલીસની સાથે શહેર પોલીસ પણ તપાસમાં જોડાઈ છે આરોપી 30 થી 35 વર્ષના હોવાનું પોલીસ અનુમાન છે. જોકે પીડિતા ગરબા રમવા નથી ગઈ. પીડિતા ચણિયાચોળીમાં નહોતી નોર્મલ ડ્રેસમાં જ હતી અને આ કેસ પોલીસ માટે ખુબ ચેલેન્જિંગ છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App