Rajasthan Viral Chamatkari Baba: આપણી કોઈ વસ્તુ ખોવાઈ જાય છે તો આપણે તેને શોધવા માટે ખૂબ મહેનત કરીએ છીએ. જ્યારે કોઈ વસ્તુ ચોરી થઈ જાય છે તો આપણે પોલીસ પાસે જઈએ છીએ. ઘણી વખત આપણને આપણી વસ્તુ શોધવાથી પાછી (Rajasthan Viral Chamatkari Baba) મળી જાય છે તો ઘણી વખત આપણે શોધતા જ રહી જઈએ છીએ. પરંતુ જો તમે રાજસ્થાનમાં રહો છો તો તમારે ગભરાવાની બિલકુલ જરૂર નથી.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોને જોયા બાદ તમે પણ આ વાતને માની લેશો. હકીકતમાં રાજસ્થાનમાં આજકાલમાં એક બાબા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. જે તમારી ખોવાયેલી વસ્તુ કઈ જગ્યા પર છે તે જણાવે છે. આ બાબાના દરબારમાં ભક્તોની ખૂબ ભીડ લાગી રહી છે.
રાજસ્થાનના ચમત્કારી બાબા જણાવી દેશે તમારી વસ્તુ ક્યાં છે
જો તમારી કોઈ કિંમતી ચીજ વસ્તુ ખોવાઈ ગઈ છે તો તમારે ગભરાવાની જરૂર નથી તમે રાજસ્થાનના પાલી જિલ્લામાં જાવ અને ત્યાં ચામુંડા માતાના મંદિરે બે કે ત્રણ વખત જાવ અને તમારી ખોવાયેલી વસ્તુ પાછી મળી જશે. આવું અમે નથી કહેતા પણ સોશિયલ મીડિયા પર આજકાલ વાયરલ થઈ રહેલા રાજસ્થાનના એક બાબા નો દાવો છે. જો તમે આવું કરશો તો તમને ચોક્કસથી તમારી ખોવાયેલી વસ્તુ પાછી મળી જશે.
સોશિયલ મીડિયા પર રાજસ્થાનના પાલી જિલ્લામાંથી બાબા ભગારામ ના વિડીયો આજકાલ ખૂબ વાયરલ થઈ રહ્યા છે. રાજસ્થાનના આ બાબા ખોવાયેલા ઘરેણા કઈ જગ્યા પર છે તે જણાવે છે. બાબાનો દાવો છે કે જો તમે માતા ચામુંડાના મંદિરની પરિક્રમા કરો છો તો થોડા દિવસોમાં તમારી ખોવાયેલી વસ્તુઓ પાછી મળી જશે.
હજારોની સંખ્યામાં આવે છે શ્રદ્ધાળુ
રાજસ્થાનના પાલી જિલ્લામાં ચામુંડા દેવી મંદિરમાં રહેતા બાબા ભગારામ કહે છે કે કોઈપણ વ્યક્તિ મંદિરે આવીને બેઠી ત્રણ પરિક્રમા કરે છે તો તેની ખોવાયેલી કોઈપણ ચીજવસ્તુ પાસે મળી જાય છે. બાબા છેલ્લા 14 વર્ષથી જોગમાયા મંદિર માં આવતા લોકોની ખોવાયેલી વસ્તુઓને પાછી મેળવવામાં મદદ કરે છે.
પરંતુ આ વાત બાબા દાવા સાથે નહીં નથી કહેતા તેઓ કહે છે આ શ્રદ્ધાનો વિષય છે.શ્રદ્ધાળુઓ કહે છે કે તેઓએ મંદિરની પરિક્રમા કરી તો તેઓને તેમની ખોવાયેલી વસ્તુઓ પાછી મળી ગઈ. એટલું જ નહીં બાબા ના દરબારમાં હજારો શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળે છે. તમને જણાવી દઈએ કે આ બાબાના દાવાની ત્રિશુલ ન્યુઝ પુષ્ટિ કરતું નથી.
જો હકીકતમાં આ સાચું હોય તો એવું લાગે છે કે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની હવે કોઈ નાગરિકોની જરૂરત નહીં પડે. કારણ કે પોલીસનું કામ આ બાબા જ કરી આપે છે. આજકાલ માર્કેટમાં આવા પાખંડ કરતાં ઘણા બાબાઓ વાઇરલ થાય છે. વાયરલ થયા બાદ તેઓના કાંડ બહાર આવતા હોય છે. તેથી આવી અંધશ્રદ્ધાથી દૂર જ રહેવું જોઈએ.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App