વડોદરા(ગુજરાત): આજકાલ રાજ્યમાં દુષ્કર્મ અને છેડતીના બનાવોમાં સતત વધો થઇ રહ્યો છે. ત્યારે ફરીવાર એક દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો છે જેમાં વડોદરા શહેરની હિન્દુ પરિણીત મહિલાને સુરતનાં અને જામનગરમાં એસઆરપીની ફરજ બજાવતા જવાન એજાઝ શેખે પોતાના પ્રેમજાળમાં ફસાવીને લગ્નની લાલચ આપીને અનેકવાર દુષ્કર્મ આચર્યાનો કિસ્સો સામે આવ્યો છે.
સોશિયલ મીડિયામાં અનિલ પરમાર નામનો વ્યક્તિ બનીને એજાઝ શેખે પરિણીત મહિલાને ફસાવી હતી. ત્યારબાદ વીડિયો વાયરલ કરવાની પણ ધમકી આપી હતી. પરિણીત મહિલાએ એજાઝની માતા અને બહેને પણ આ ખેલમાં સાથ આપ્યાનો આરોપ લગાવ્યો છે. પરિણીતાની ફરિયાદ બાદ પોલીસ દ્વારા એજાઝ, તેની બહેન અને માતા પર દુષ્કર્મ અને ધમકીઓ આપવાનો ગુનો નોંધવામાં આવ્યો છે.
જાણવા મળ્યું છે કે, મહિલાએ પોલીસમાં સુરત સલાબતપુરાના અલકબીર કોમ્પ્લેક્સમાં રહેતા અને જામનગરમાં ફરજ બજાવતા એસઆરપી જવાન મોહમંદ એજાઝ ઇકબાલ શેખ, તેની માતા અને બહેન સુમૈયા સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે જણાવ્યું છે કે, તેનો પતિ દુબઇ રહે છે. 2020માં જૂનમાં એજાઝે સોશિયલ મીડિયામાં ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. મહિલાએ રિક્વેસ્ટ સ્વીકાર્યા બાદ બંને વચ્ચે વાતચીત શરૂ થઇ હોવાનું સામે આવ્યું છે. ત્યારે એજાઝે અનિલ પરમાર તરીકે પોતાની ઓળખાણ આપી હતી.
આ ઉપરાંત, એજાઝે પહેલા મહિલાને પ્રેમજાળમાં ફસાવીને લગ્ન કરી મહિલાના સંતાનોને પણ અપનાવવાના ખોટા વાયદા પણ કર્યા હતા. જેથી એજાઝે વડોદરા આવવાનું શરૂ કર્યું હતું અને લગ્નની પ્રપોઝલ પણ મૂકી હતી. પરંતુ, મહિલાએ જણાવ્યું કે તે પરિણીત છે અને બાળકો પણ છે. હું લગ્ન કરી શકીશ નહીં આપણે મિત્ર બની શકીએ. જેથી એજાઝે કહ્યું કે, હું પતિથી છુટાછેડા અપાવી દઇશ અને તારા બાળકોને પણ સ્વીકારી લઈશ. જેથી મહિલાને વિશ્વાસમાં લઇને એજાઝે વારંવાર ઘેર આવી દુષ્કર્મ આચર્યું હતું. આ ઉપરાંત, શહેરની સયાજીગંજ વિસ્તારની ચંદન હોટલમાં લઇ જઈને પણ વારંવાર દુષ્કર્મ કર્યું હતું.
ત્યારબાદ મહિલાને એજાઝ તેના સુરતના ઘેર લઇ ગયો હતો, જ્યાં પણ મહિલા પર એજાઝે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ, મહિલાને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા દબાણ કરી હિન્દુ ધર્મ વિરુદ્ધ ટીપ્પણી કરી માર મારવામાં આવ્યો હતો. એજાઝ મહિલાને બ્લેકમેઇલ કરી ફોટા-વીડિયો વાઇરલ કરવા ધમકી આપતો હતો. આ ઉપરાંત મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે, 11 મહિના સુધી એજાઝ તેને સયાજીગંજની ચંદન હોટલમાં લઇ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. તેણે હોટલમાં ઓળખપત્ર રજૂ કર્યું ત્યારે તેને જાણ થઇ કે, એજાઝ મુસ્લિમ છે. પરંતુ, ત્યારે પણ એજાઝે તેને વાતોમાં ફસાવી દઇને જણાવ્યું હતું કે, હું ભલે મુસ્લિમ છું પણ હિન્દુ ધર્મ અપનાવીશ. હું અનીલ પરમાર તરીકે જ બધે ઓળખાઉં છું.
આ અંગે મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે, 11 મહિના સુધી એજાઝ તેને સયાજીગંજની ચંદન હોટલમાં લઇ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ આચર્યો હતું. જયારે તેણે હોટલમાં ઓળખપત્ર રજૂ કર્યું ત્યારે તેને જાણ થઇ હતી કે, એજાઝ મુસ્લિમ છે. તેણે જણાવ્યું હતું કે, હું ભલે મુસ્લિમ છું પણ હિન્દુ ધર્મ અપનાવીશ. મહિલાને ભરોસો આપ્યો હતો કે, હું અનીલ પરમાર તરીકે જ બધે ઓળખાઉં છું. આ ઉપરાંત મહિલાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે, તે જ્યારે સુરત એજાઝના ઘેર ગઇ ત્યારે તેને એજાઝ અને તેના પરિવારે જણાવ્યું હતું કે તારે હિન્દુમાંથી મુસ્લિમ ધર્મ સ્વીકારવો પડશે.
ઉપરાંત, બુરખો પહેરી કુરાનના કલમા પઢવા પડશે. તારે ઘરમાં રહેવું હોય તો માતાજી કે ભગવાનનું નામ લેવાનું નહીં ફક્ત અલ્લાહનું નામ લેવાનું. એજાઝ અને તેના પરિવાર દ્વારા માર પણ મારવામાં આવ્યો હતો. એજાઝે મહિલાને તેવું પણ જણાવ્યું હતું કે, તારા જેવી તો 6 હિન્દુ છોકરીને ફસાવીને સંબંધ બાંધ્યા છે અને તમામ લગ્ન કરવા તૈયાર છે. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, તે હિન્દુ છોકરીઓને બ્લેકમેઇલ કરી ફોટા વાઇરલ કરવાની ધમકી આપી પૈસા પડાવે છે. ઉપરાંત એજાઝે મહિલા પાસેથી 20 હજારના 2 ફોન પણ ગિફ્ટ તરીકે મેળવ્યા હતા અને આર્થિક મદદ પણ મેળવી હતી.
આ અંગે સ્થાનિક પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, એજાઝ શેખ જામનગર એસઆરપીમાં ફરજ બજાવે છે. તે સ્થળે તપાસ કરવામાં આવતા તે રજા પર ઊતરી ગયો હોવાનું બહાર આવ્યું હતું. હાલ પોલીસ દ્વારા આરોપીને શોધવામાં આવી રહ્યો છે. આ બનાવ અંગે ડીસીપી લખધીરસિંહ ઝાલાએ જણાવ્યુ હતું કે, ફરિયાદ અનુસાર મહિલાને ધર્મ માટે કોઈ દબાણ કરવામાં આવ્યું નથી. તેથી લવ જેહાદ મુજબ ગુનો નોંધવામાં આવ્યો નથી. પરંતુ, આ બનાવની તપાસ કરવામાં આવતા જો આ પ્રકારની કોઈ હકીકત બહાર આવશે તો તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.