અમેરિકામાં વધુ એક પ્લેન ક્રેશ: ગુમ થયેલું યાત્રી વિમાન થીજી ગયેલા સમુદ્રમાંથી મળ્યું, 10 મુસાફરોના મોત

Alska Plane Crash: પશ્ચિમી અલાસ્કામાં એક નાનું યાત્રી વિમાન શુક્રવારે દુર્ઘટનાનો શિકાર થઈ ગયું છે. મળતી જાણકારી મુજબ આ દુર્ઘટનામાં પ્લેન સવાર તમામ 10 મુસાફરોનું મૃત્યુ (Alska Plane Crash) થઈ ગયું છે. આ મામલે અમેરિકાના અધિકારી માઈકએ જણાવ્યું છે કે બચાવ કર્મીઓ હેલિકોપ્ટર દ્વારા વિમાનનું લોકેશન ટ્રેસ કરી રહ્યા હતા એવામાં તેઓને આ વિમાનનો કાટમાળ દેખાયો હતો. તેઓએ બે તરવૈયાઓને નીચે ઉતાર્યા હતા. મળતી જાણકારી અનુસાર ટેક ઓફ થયાના લગભગ એક કલાક બાદ વિમાન સાથેનો સંપર્ક તૂટી ગયો.

બરફ વર્ષા અને ધુમ્મસ વચ્ચે પડ્યું હતું વિમાન
અલાસ્કાના સુરક્ષા વિભાગના જણાવ્યા અનુસાર આ વિમાન ગુરુવારના રોજ બપોરે 9 યાત્રીઓ અને 1 પાયલોટ સાથે ઉનાલાકલિટથી રવાના થયું હતું. બેરિંગ એર ના સંચાલક ડેવિડએ જણાવ્યું હતું કે બપોરે 2:37 વાગ્યે આ પ્લેન રવાના થયું હતું. રાષ્ટ્રીય હવામાન વિભાગના જણાવે અનુસાર હળવી બરફ વર્ષા અને ધુમ્મસ જેવું વાતાવરણ હતું, તાપમાન લગભગ માઇનસ 17 ડિગ્રી હતું. વિમાનમાં મહત્તમ કેપેસિટીના પેસેન્જર મુસાફરી કરી રહ્યા હતા.

કોસ્ટ ગાર્ડ લેફ્ટનન્ટ કમાન્ડર બેન્જામિનએ કહ્યું કે સરકારી રડાર વિભાગ તરફથી જાણકારી આપવામાં આવી હતી કે લગભગ 3:18 વાગ્યે વિમાનમાં કોઈ પ્રકારની દુર્ઘટના થઈ છે, જેના કારણે તેમની ઊંચાઈ અને ઝડપ ઘટી રહી હતી અને તેઓ નીચે પડી રહ્યા હતા. આ દરમિયાન શું થયું તેનું અનુમાન અમે લગાવી શકતા નથી. તેઓએ કહ્યું હતું કે અમને વિમાન કોઈ મુશ્કેલીમાં છે તેનો કોઈ અંદાજો ન હતો. વિમાન સમુદ્રમાં પડી જવાને કારણે અમને કોઈ સિગ્નલ મળ્યા ન હતા.

જેના લીધે રાહત બચાવ કાર્ય અમે કરી શક્યા ન હતા. આ વિમાન સાથે કોઈ સંપર્ક ન થવાને કારણે રાહત બચાવ કાર્યમાં મોડું થયું હતું અને તે વિમાનમાં સવાર નવ મુસાફરો અને પાયલટ એમ કુલ મળીને 10 લોકોના મૃત્યુ થયા હતા.