મિશન ક્લીન ચંડોળા: તળાવની ચારે બાજુ ડિમોલેશન કરાયું શરૂ, મોટી સંખ્યામાં પોલીસ કાફલો હાજર

Ahmedabad Chandola Mega Demolition: અમદાવાદના ચંડોળા તળાવ અને આસપાસ કરવામાં આવેલા ગેરકાયદે દબાણ હટાવવાના પહેલા તબક્કામાં આશરે દોઢ લાખ ચોરસ મીટર જમીન ખાલી કરાવવામાં આવી હતી. એવામાં આજથી ડિમોલિશનનો બીજો (Ahmedabad Chandola Mega Demolition) તબક્કો શરૂ થયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. ચાર દિવસમાં ડિમોલિશન પૂર્ણ કરી બાઉન્ડ્રી વોલ બનાવવામાં આવશે.

અમદાવાદના ચંડોળા તળાવ અને આસપાસ કરવામાં આવેલા ગેરકાયદે દબાણ હટાવવાના પહેલા તબક્કામાં આશરે દોઢ લાખ ચોરસ મીટર જમીન ખાલી કરાવવામાં આવી હતી. એવામાં આજથી ડિમોલિશનનો બીજો તબક્કો શરૂ થયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. ચાર દિવસમાં ડિમોલિશન પૂર્ણ કરી બાઉન્ડ્રી વોલ બનાવવામાં આવશે. ડિમોલિશનની કાર્યવાહી સવારે સાતથી બપોરના એક તથા બપોરે ત્રણથી સાંજના છ વાગ્યા સુધી ચાલશે. જેના માટે 35થી વધુ જેસીબીનો ખડકલો કરી દેવાયો છે.

અસરગ્રસ્તોને ખસદેવા માટે AMTSની બસો તથા મેડિકલ ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. બીજા તબક્કાનું ડિમોલિશન ચાર દિવસ સુધી ચાલશે અને છેલ્લા ત્રણ દિવસથી ચંડોળા તળાવમાં રહેતા લોકોને મકાનો ખાલી કરી દેવા માટે ગાડી ફેરવી માઈકથી જાણ કરવામાં આવે છે કે 20 મે પહેલા ચંડોળા તળાવ વોટર બોડીમાં રહેતા લોકો મકાન ખાલી કરી દે. જે લોકો વર્ષ 2010 પહેલા રહેતા હોય તેઓને શરતોને આધીન EWS આવાસ યોજનાના મકાન મળવાપાત્ર હોવાથી દાણીલીમડા ખાતે આવેલી વોર્ડ ઓફિસથી ફોર્મ મેળવી લે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી.જે કુટુંબની વાર્ષિક આવક ત્રણ લાખથી ઓછી હશે તેઓને જ મકાન ફાળવવામાં આવશે. ફોર્મની સાથે ફોર્મ ફી 50 રૂપિયા અને ડિપોઝિટની 7500 રકમ સાથેનો ડિમાન્ડ ડ્રાફ્ટ- પે ઓર્ડર મ્યુનિસિપલ કમિશનર અમદાવાદના નામનો બનાવી જમા કરાવવાનો રહેશે.

ચંડોળા તળાવમાં જે વિસ્તારમાં બાંધકામ તૂટી રહ્યા છે ત્યાંથી પોલીસ તમામ જગ્યા ખાલી હોવા અંગે ચકાસણી કરી રહી છે. જો કોઈપણ વ્યક્તિએ પોતાનું મકાન ખાલી ના કર્યું હોય અથવા તેમનો સામાન પડ્યો હોય તો તેને ખાલી કરાવવામાં આવે છે. પોલીસ દ્વારા તમામ લોકોના મકાનો અત્યારે ખાલી કરાવવામાં આવી રહ્યા છે.તો બીજી તરફ આરોપી લલ્લા બિહારીના ફાર્મ હાઉસ અને પાર્કિંગની બાજુની જગ્યામાં આવેલા બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે અને આ અંગે વધુ માહિતી આપતા પોલીસ કમિશનર જી એસ મલિકે જણાવ્યું છે, કે ‘ડિમોલિશનની કાર્યવાહીમાં ત્રણ હજાર પોલીસ કર્મચારી, SRPની 25 કંપનીઓ બંદોબસ્ત માટે તૈનાત રહેશે. બીજા તબક્કામાં અઢી લાખ ચોરસ મીટર જમીન પરનું દબાણ દૂર કરવામાં આવશે. નોંધનીય છે કે ચંડોળા તળાવની આસપાસ રહેતા 200થી વધુ બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરાયા છે જ્યારે હજુ અન્ય બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા ચાલુ છે.