કેનેડાના એક શહેરમાં લાઉડ સ્પીકરમાં હનુમાન ચાલીસા અને ગાયત્રીમંત્ર વગાડવાની પરવાનગી આપી છે, આ ખરેખર એક ઐતિહાસિક ઘટના છે, જયારે વિદેશમાં આવું બન્યું હોય.
ત્યાના અવાજને લગતા રેગ્યુલર નિયમો, પૂજા સ્થળોને લાઉડ સ્પીકર્સનો વગાડવાની મંજૂરી આપતા નથી. જો કે, મિસિસૌગાની કાઉન્સિલ શહેરએ આ ધારાધોરણોને હળવા કરી અને મંદિરોને હનુમાન ચાલીસા અથવા ગાયત્રી મંત્ર જેવા સ્તોત્રો પ્રસારિત કરવા સર્વાનુમતે પરવાનગી આપી હતી. મિસિસૌગા ગ્રેટ ટોરોન્ટો એરિયામાં આવેલો છે અને તે ઓન્ટારીયો પ્રાંતમાં છે.
સિટી કાઉન્સિલે અગાઉ આ મામલે નિર્ણય લીધો ન હતો અને તેને વૈવિધ્યતા અને સમાવેશ સલાહકાર સમિતિને સોપ્યું હતું. જેમણે ત્યારબાદ આ માટે હિંદુ મંદિર ને પરવાનગી આપવાના પક્ષમાં વોટ કર્યો હતો. તમામ સભ્યોએ આ પ્રસ્તાવની તરફેણમાં મતદાન સાથે, ડીઆઈએસીના નિર્ણયને અનુસરીને આ મામલો સિટી કાઉન્સિલમાં પાછો ફર્યો. તેના સમર્થનમાં શહેરના મેયર બોની ક્રોમ્બી પણ હતા.
આ મામલો હિન્દુ ફોરમ કેનેડા દ્વારા મુકવામાં આવ્યો હતો, જેણે 11 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર દરમિયાન મંદિરો માટે દરરોજ સાંજે પાંચ વાગ્યે પાંચ મિનિટ માટે પ્રસારણની મંજૂરી માંગી હતી. તેમાં દલીલ કરવામાં આવી હતી કે આ સમયગાળો હિન્દુઓ માટે વિશેષ હતો, કારણ કે આ સમયગાળા દરમિયાન કૃષ્ણ જન્માષ્ટમી, ઓણમ અને ગણેશ ચતુર્થી વગેરે જેવા હિંદુ તહેવારો આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP