બિહારના નાલંદામાં લોકોના ટોળાએ લૂંટના શિકાર બનેલા યુવકને લૂંટારુ સમજી ખરાબ રીતે માર માર્યો હતો. જ્યારે પોલીસ બચાવવા આવી તો તેમના પર પણ પથ્થરમારો શરૂ કરી દીધો હતો.
હકીકતમાં નાલંદામાં મંગળવારની રાત્રે રણજીત નામનો એક વ્યક્તિ પસાર થઈ રહ્યો હતો, અને લૂંટારાઓએ તેને લૂંટી લીધો હતો. જ્યારે સ્થાનિક લોકોએ તેને ઝાડી-ઝાંખરામાં સંતાયેલો જોયો તો તેને લૂંટારુ સમજી ત્યાંના લોકોએ તેની સાથે મારપીટ કરવાની શરૂઆત કરી દીધી. જ્યારે પોલીસ ઘટના સ્થળ પર પહોંચી તો તેમના ઉપર પણ હુમલો કરી દીધો અને ગાડીઓના કાચ પણ તોડી નાખ્યા.
તેમજ ભીડની હિંસાના શિકાર થયેલા પીડિત રણજીત એ કહ્યું કે તે મંગળવારની રાત્રે પોતાના સાસરીયા યશવંતપુર જઈ રહ્યો હતો. ત્યારે જ રેલવે ક્રોસિંગ પાસે બદમાશોએ તેને લૂંટી લીધો અને ગાડી સહિત તેને ખાડામાં ફેંકી દીધો. પીડિતે કહ્યું કે બદમાશોથી બચવા માટે તે ઝાડી-ઝાંખરામાં સંતાઈ ગયો હતો.જ્યારે ગ્રામીણ લોકો આવ્યા તો મેં તેમને ઘટના વિશે જાણકારી આપી પરંતુ તેઓ મને પકડીને ગામમાં લઈ ગયા અને ચોર સમજી મારી સાથે મારપીટ શરૂ કરી દીધી.
પીડિત યુવકે જણાવ્યું કે પોલીસે ત્યાં પહોંચી ગામવાળાઓથી મારો જીવ બચાવ્યો. ઘાયલ યુવક અને હોમગાર્ડના જવાન ને ઈલાજ માટે સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ ઘટના પાછળ એક ફોન કોલ કારણભૂત જણાવવામાં આવી રહ્યો છે. હકીકતમાં દ્વારિકામાં રહેતાશંભુ કુમાર જ્યારે પત્નીને લઈને હોસ્પિટલ જઈ રહ્યા હતા તે જ દિવસે તેમને પણ બદમાશોએ લૂંટવાની કોશિશ કરી હતી. જેની જાણકારી તેને ગામવાળાઓને ફોન કરીને આપી હતી કે બદમાશો લૂંટફાટ કરી રહ્યા છે અને તેઓ સાવધાન રહે.
જ્યારે ગ્રામીણ લોકો એ પીડિત રણજીત ને ઝાડીઓ માંથી નીકળતા જોયો તો તેને જ લૂંટારુ સમજી લીધો અને તેને મારવાનું શરુ કરી દીધું. રણજીતએ હકીકત જણાવવાની ઘણી કોશિશ કરી પરંતુ ગામવાળાઓ માન્યા નહીં અને તેને ખરાબ રીતે માર માર્યો. હવે પોલીસ આ ઘટનાની તપાસમાં જોડાઈ ચૂકી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews