ઉત્તર-પૂર્વ બ્રાઝિલના એરેરે શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં 2 વર્ષની બાળકીનું મોબાઈલ ફોનના ચાર્જરને અડવાથી તેમનું મોત નીપજ્યું છે. મળતી માહિતી અનુસાર, ચાર્જરથી વીજ શોક લાગવાથી નિર્દોષ બાળકીનું મોત થયું છે. બાળકીને હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવી હતી, પરંતુ ડોક્ટરોના ઘણા પ્રયત્નો બાદ પણ તેને બચાવી શકાઈ ન હતી. જો કે, રિપોર્ટમાં એ નથી જણાવવામાં આવ્યું કે છોકરીને કરંટ લાગ્યું તે ચાર્જર માન્ય બ્રાન્ડનું હતું કે સ્થાનિક બ્રાન્ડનું.
સ્થાનિક મેયર ઇમેન્યુઅલ ગોમ્સ માર્ટિન્સે ફેસબુક પર માસૂમ બાળકીને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે લખ્યું, ‘અરેરેની સરકાર માસૂમ બાળકીના મોત માટે ઊંડો ખેદ વ્યક્ત કરે છે.’ લોકો મેયરની આ પોસ્ટ પર ટિપ્પણી કરીને બાળકીના મોત પર શોક વ્યક્ત કરી રહ્યા છે.
સેલિયા પાયવા નામના સોશિયલ મીડિયા યુઝરે લખ્યું, “આ એવી ક્ષણો છે જ્યારે આપણને આપણી લાગણીઓ વ્યક્ત કરવા માટે શબ્દો મળતા નથી,” હું માતાપિતાને આ આઘાત સહન કરવાની શક્તિ મળે તેવી ભગવાનને પ્રાર્થના કરું છું. ભગવાન તેમના માતાપિતા, સંબંધીઓ અને મિત્રોના દુખી હૃદયને શાંતિ આપે.”
તમને જણાવી દઈએ કે સારાહનું મૃત્યુ થયું છે જ્યારે ગયા વર્ષે માત્ર બ્રાઝિલમાં ઇલેક્ટ્રિક શોકના કારણે 355 મૃત્યુ નોંધાયા હતા. આ ઘટના પહેલા 28 વર્ષીય યુવકનું પણ કરંટ લાગવાથી મોત થયું હતું. પશ્ચિમ થાઇલેન્ડના ચોનબુરીમાં રહેતી તેની માતા રિન્નાપોર્ને 2019 માં કામ માટે જતી વખતે આ ભયાનક અકસ્માત જોયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.