મોબાઈલના મેસેજ અને ફોઈનો છોકરો, પ્રેમમાં આંધળી બનેલી પત્નીએ પતિનું કાસળ કાઢી નાખ્યું

Wife killed husbands for lover: આગ્રાના બરહન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પતિનું 5 વર્ષ પહેલા ગળું કાપી હત્યાના કેસમાં પત્ની અને તેના પ્રેમીને કોર્ટે દોશી ગણાવ્યા હતા. પત્ની રવિના (Wife killed husbands for lover) ઉર્ફે રાની અને ખાંડામાં રહેતો તેનો પ્રેમી પ્રતાપસિંહને જિલ્લા જજ વિવેક સંગલએ આજીવન કેદની સજા સંભળાવી છે. આ ઉપરાંત 40 હજારનો દંડ પણ ફટકાર્યો છે.

ફઈના છોકરા સાથે થઈ ગયો હતો પ્રેમ
ખાંડા ગામમાં રહેતા નિતીન ઉર્ફ વિક્રમના લગ્ન 2016 માં અજમેરા વિસ્તારની કુકથલામાં રહેતી રવિના ઉર્ફે રાની સાથે થયા હતા. તે જ ગામમાં રવિનાની ફઈના લગ્ન પણ થયા હતા. લગ્ન બાદ તેની ફઈના દીકરાનો ઘરે આવરો જાવરો હતો.

ફઈના છોકરા સાથે રવિનાને પ્રેમ સંબંધ થઈ ગયો હતો. નિતીન સિક્યુરિટી ગાર્ડની નોકરી કરતો હતો. લગ્ન બાદ રવિનાએ એક છોકરાને જન્મ પણ આપ્યો હતો. ત્યારે તે પત્ની અને દીકરાને પોતાની સાથે નોયડા લઈને ચાલ્યો ગયો હતો. પરંતુ તેની પત્ની વચ્ચે વચ્ચે બહાના બનાવી પ્રેમીને મળવા આવતી હતી.

પતિએ જોઈ લીધા હતા અશ્લીલ મેસેજ
એકવાર નીતિને બંનેના મોબાઇલમાં એકબીજા સાથે વાત કરેલા અશ્લીલ મેસેજ જોઈ લીધા હતા. તેને શક થઈ ગયો હતો. તેણે વિરોધ પણ કર્યો હતો. થોડા દિવસો બાદ નિતીનની માતાએ રવિના અને પ્રતાપને સાથે જોઈ લીધા હતા. પરિવારના લોકોએ બંનેને સમજાવ્યા પરંતુ તેમને કોઈની વાત માની ન હતી.

Lockdown થવાને લીધે 28 માર્ચ 2020 ના રોજ પત્ની અને દીકરા સાથે તે ગામ આવી ગયો હતો. તેણે પત્નીને તેના ભાઈના ઘરે જવાની ના પાડી દીધી હતી. આ વાતથી નારાજ થઈ 1 એપ્રિલ 2020 ની રાત્રે રવિનાએ પોતાના પ્રેમી પ્રતાપ સાથે મળી પતિ નીતિનની ધારદાર હથિયારથી હુમલો કરી હત્યા કરી દીધી હતી. મૃતક નીતિનના પિતા સુરેન્દ્રની ફરિયાદના આધારે પોલીસે કેસ નોંધી બંનેને જેલ ભેગા કર્યા હતા.