વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દેશોનો પ્રવાસ કર્યા બાદ સોમવારે મોડી રાતે ભારત પરત ફર્યા હતા. ભારત આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહસ્વર્ગસ્થ પૂર્વ નાણાપ્રધાન અરુણ જેટલીના ઘરેપહોંચ્યા છે. પીએમએઅહીં જેટલીને શ્રદ્ધાંજલિ આપી છે. આ અંગે વડાપ્રધાન કાર્યાલય તરફથી ટ્વિટ કરીને માહિતી આપવામાં આવી છે. નોંધનીય છે કેે, અગાઉ અમિત શાહે અરુણ જેટલીને તેમના ઘરે, ભાજપ કાર્યાલય અને નિગમબોધ ઘાટ પર પણ શ્રદ્ધાંજલિ આપી હતી.
ઉલ્લેખનીય છે કે પૂર્વ કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીનું લાંબી બિમારી બાદ 23 ઓગસ્ટે નિધન થયું હતું. જયારે તેમનું નિધન થયું ત્યારે વડાપ્રધાન મોદી દેશની બહાર હતા, તેમણે સંયુક્ત અરબ અમીરાત થી અરૂણ જેટલીના પરિવાર સાથે વાતચીત કરી હતી.ઉલ્લેખનીય છે કે,અરુણના નિધન બાદ પીએમ મોદીએ અરૂણ જેટલીની પત્ની સંગીતા અને તેમના પુત્ર રોશનની સાથે વાતાચીત કરી હતી. આ દરમિયાન જેટલી પરિવારે પીએમને અપીલ કરી હતી કે,તેમણે તેમનો વિદેશ પ્રવાસ રદ ન કરવો જોઈએ. આ કારણે જ વિદેશથી વડાપ્રધાન તાત્કાલિક પરત આવ્યા ન હતા.
પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમના ઘરે જઇને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમ મોદીએ અરુણ જેટલીના પરિવારજનો સાથે મુલાકાત કરીને તેમને સાંત્વના પાઠવી હતી. જેટલીના નિધન વખતે પીએમ મોદી ત્રણ દેશોના વિદેશ પ્રવાસે હતા.
નોંધનીય છે કે, શનિવારે પૂર્વ કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીનું નિધન થઇ ગયુ હતુ. રવિવારે દિલ્હીના નિગમ બોધઘાટ પર તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સહિતના દિગ્ગજ નેતાઓ સાથે વિપક્ષી નેતાઓ પણ હાજર રહ્યાં હતા.
અરુણ જેટલીની અંતિમ વિધી દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી વિદેશ પ્રવાસે હતા, જેથી અંતિમ વિધીમાં સામેલ થઇ શક્યા ન હતા, જોકે બેહરીનથી જ અરુણ જેટલીને યાદ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.