ભારત સરકાર દ્વારા “એક રાષ્ટ્ર, એક રેશનકાર્ડ” યોજનાને આગળ વધારતાં રેશનકાર્ડનું એક સ્ટાન્ડર્ડ ફોર્મેટ તૈયાર કરવામાં આવ્યું છે. સાથે-સાથે દરેક રાજ્યોને કહેવામાં આવ્યું છે કે નવું રેશનકાર્ડ બહાર આવતા તેને આ ફોર્મનેટ અપનાવી પડશે. દેશભરમાં એકસરખું રેશનકાર્ડ કાર્ડ જારી કરવાની પહેલ અંતર્ગત વર્તમાનમાં 6 રાજ્યોમાં પરીક્ષણ યોજના તરીકે તેના પર અમલ કરવામાં આવી રહ્યો છે.
ભારત સરકાર “એક રાષ્ટ્ર, એક રેશનકાર્ડ” યોજનાને 1 જૂન, 2020થી દેશભરમાં લાગુ કરવા ઈચ્છે છે. ‘એક દેશ, એક રેશનકાર્ડ’ યોજના દેશભરમાં લાગુ થયા બાદ કોઇપણ કાર્ડ ધારક રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાનૂન (NFSA) અંતર્ગત કોઇપણ રાજ્યની રાશનની દુકાનથી રાશન લઇ શકશે.
ખાદ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, રાષ્ટ્રીય સ્તર પર રેશનકાર્ડ પોર્ટેબિલિટી લક્ષ્યને હાંસેલ કરવા માટે તે જરૂરી છે કે વિભિન્ન રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ જે પણ રેશનકાર્ડ જારી કરે તે તમામ એક ફોર્મેટમાં હોય. તેથી રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાનૂન અંતર્ગત રેશનકાર્ડ જારી કરવા માટે ફોર્મેટ જારી કરવામાં આવ્યું છે.
સાથે-સાથે અધિકારીએ કહ્યું કે અલગ-અલગ રાજ્યોમાં જે પણ રેશનકાર્ડ જારી કરવામાં આવી રહ્યાં હતાં તે તમામના ફોર્મેટને ધ્યાનમાં લેતાં દેશભર માટે એક જ ફોર્મેટ તૈયાર કરવામાં આવ્યું છે. અને અધિકારીએ કહ્યું કે દરેક રાજ્યોને કહેવામાં આવ્યું છે કે તે જ્યારે પણ નવુ રેશનકાર્ડ જારી કરે તેને નવા ફોર્મેટ અનુસાર જ જારી કરે. આ વિશે અધિકારીએ વધુમાં જણાવ્યું કે માનક રેશનકાર્ડમાં રેશનકાર્ડ ધારકની જરૂરી વિગતો સામેલ કરવામાં આવી છે અને રાજ્ય ઇચ્છે તો તેમાં પોતાની જરૂરિયાત અનુસાર અન્ય બાબતો જોડી શકે છે.
સાથે-સાથે અધિકારીએ કહ્યું છે કે દરેક રાજ્યોને કહેવામાં આવ્યું છે કે તે માનક રેશનકાર્ડ બે ભાષાઓમાં જારી કરે. એક સ્થાનિક ભાષા સાથે જ તેમાં બીજી ભાષા હિન્દી અથવા અંગ્રેજીનો ઉપયોગ કરે. તેનાથી રાષ્ટ્રીય સ્તર પર રાશન કાર્ડ પોર્ટેબિલિટીને અમલમાં લાવવામાં મદદ મળશે.
દરેક રાજ્યોને કહેવામાં આવ્યું છે કે તે 10 અંકો વાળુ રેશનકાર્ડ જારી કરે જેમાં પ્રથમ બે અંક રાજ્ય કોડ હશે અને તે પછીના અંક રેશનકાર્ડ સંખ્યાને અનુરૂપ હશે. તેમાં આગામી બે અંક રેશનકાર્ડમાં પરિવારના પ્રત્યે સભ્યની ઓળખ તરીકે સામેલ થશે. રાષ્ટ્રીય ખાદ્ય કાનૂનમાં 81.35 કરોડ લાભાર્થીઓના લક્ષ્યના મુકાબલે અત્યાર સુધી 75 કરોડ લાભાર્થીઓને સામેલ કરવામાં આવ્યાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.