કેન્દ્રીય ઉપભોક્તા મામલે ખાદ્ય તેમજ સાર્વજનિક વિતરણ મંત્રી રામવિલાસ પાસવાને કહ્યું કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમના લાભાર્થીઓને પોષક તત્વ વાળો ખોરાક ઉપલબ્ધ કરાવવા માટે સરકારે 15 રાજ્યોમાં દરેક જિલ્લામાં રાઈસ ફોર્ટફિકશન યોજના શરૂ કરી છે. તેમના અંતર્ગત મહારાષ્ટ્ર ગુજરાત અને આંધ્રપ્રદેશના પસંદ કરવામાં આવેલા જિલ્લાઓમાં પૌષ્ટિક ચોખાનું વિતરણ શરૂ થઈ ગયું છે. જણાવી દઈએ કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ અંતર્ગત દેશના લગભગ ૮૧ કરોડ રેશનકાર્ડ ધારકોને સસ્તુ અનાજ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
પૌષ્ટિક ચોખા વિતરણનું કામ ઓડીશા અને ઊત્તર પ્રદેશમાં ટૂંક સમયમાં શરૂ થઇ જશે. અન્ય રાજ્યોમાં પણ ટૂંક સમયમાં તેને શરૂ કરવા માટે કહેવામાં આવ્યું છે. આયર્ન, ફોલિક એસિડ અને વિટામીન બી-12 યુક્ત ચોખા થી કુપોષણ અને લોહીની અછતને દૂર કરી શકવામાં આવે છે.
पौष्टिक चावल वितरण का काम ओडिशा और उत्तरप्रदेश में बहुत जल्द शुरू जाएगा। अन्य राज्यों को भी जल्द से जल्द इसे शुरू करने के लिए कहा गया है।आयरन, फोलिक एसिड और विटामिन बी12 युक्त पौष्टिक चावल से कुपोषण और खून की कमी को दूर किया जा सकता है 2/2 @narendramodi @smritiirani
— Ram Vilas Paswan (@irvpaswan) June 14, 2020
આખા દેશમાં ચાર મહિના નું અનાજ મોકલવાનો ઓર્ડર
પાસવાને ભારતીય ખાદ્ય નિગમ અને સરકારી સ્કીમ અંતર્ગત અનાજની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે ચાર મહિનાનું અનાજ દેશના દરેક ખૂણામાં પહોંચાડવા નો આદેશ આપ્યો છે. કેન્દ્રીય મંત્રીએ વરસાદની ઋતુ દરમિયાન ટ્રાન્સપોર્ટેશને લઈને આવનારી સમસ્યાઓને જોતાં આ આદેશ આપ્યો છે.
પાસવાને કહ્યું કે વરસાદની ઋતુ શરૂ થઈ રહી છે. તેને જોતાં ખાદ્ય તેમજ સાર્વજનિક વિતરણ વિભાગ અને એફસીઆઈને આદેશ આપવામાં આવ્યા છે કે દેશના દરેક ખૂણે આગળના ચાર મહિનાનું પર્યાપ્ત અનાજ હંગામી ધોરણે ટૂંક સમયમાં પહોંચાડવામાં આવે જેથી વરસાદના સમયમાં અછત ન થાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news