દેશમાં ભ્રષ્ટાચારનો આવશે અંત- મોદી સરકારે કર્યો ઐતિહાસિક નિર્ણય

હાલ દેશમાં જેવી રીતે કોરોના વધી રહ્યો છે એવી જ રીતે દેશમાં ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. આજે કોઈ પણ ક્ષેત્ર એવું નથી કે જ્યાં ભ્રષ્ટાચાર ના હોય. હોસ્પિટલોથી માંડીને આજે દરેક સરકારી ખાતાઓમાં ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે. હાલ લોકો એટલા જાગૃત બન્યા છે જેના કારણે દિવસેને દિવસે ભ્રષ્ટ કર્મચારીઓની પોલ ખુલી રહી છે. હાલ મોદી સરકારે પણ આ ભ્રષ્ટ કર્મચારી સામે લાલ આંખ કરી છે…

હાલ મોદી સરકારે તાજેતરમાં જ ભ્રષ્ટ અને અયોગ્ય સરકારી કર્મચારીઓ પર લગામ લગાવવાની તૈયારી બતાવી રહ્યા છે. આ કારણોસર પ્રધાનમંત્રી મોદીએ મહત્વના નિર્દેશો આપ્યા છે. પ્રધાનમંત્રી મોદીના નિર્ણય અનુસાર જે સરકારી અધિકારી અથવા કોઈ કર્મચારી જો લાંચ લેતો જડ્પાસે તો તેની સામે કડક પગલા લેવામાં આવશે. આ નિર્ણય હેઠળ એવા સરકારી કર્મચારીઓની ઓળખ કરવામાં આવશે અને ભ્રષ્ટ-અયોગ્ય કર્મચારીઓને સમય પહેલા જ નિવૃત્ત કરવા પર ભાર મૂકવામાં આવશે.

મોદી સરકારના આ મોટા નિર્ણયથી દેશના લગભગ 49 લાખ સરકારી અધિકારી અને કર્મચારીઓને પરસેવો વળી ગયો છે. પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, મોદી સરકાર આવનારા સમયમાં દરેક સરકારી અધિકારી અને કર્મચારીઓના રિકોર્ડની તપાસ કરાશે. કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે, હવે નજરે ચડેલા દરેક સરકારી અધિકારીઓના રેકોર્ડની સરકાર નોંધ લેશે. આ કારણોસર ભારત સરકાર દ્વારા ગાઇડલાઇન પણ જાહેર કરવામાં આવી છે. આ ગાઈડલાઈન્સ હેઠળ અયોગ્યતા અને ભ્રષ્ટાચારના આરોપોની કડકપણે તપાસ કરવામાં આવશે.

મોદી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી આ ગાઈડલાઈન્સ હેઠળ, જે કોઈ પણ સરકારી અધિકારી અયોગ્ય અને ભ્રષ્ટ સાબિત થશે, તો તેના સેવાનિવૃત્ત થવા પર ભાર મૂકવામાં આવશે. આ માટે સરકારે એક રજિસ્ટર પણ તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું છે. ભારત સરકાર દ્વારા રજુ કરાયેલી આ નવી ગાઇડ-લાઇન જાહેર થઇ ચુકી છે. તે ગાઈડલાઈન્સ હેઠળ ભારત સરકારની સરકારી સેવામાં 30 વર્ષ પૂર્ણ કરી ચૂકેલા અથવા 50 થી 55 વર્ષની ઉંમરના કર્મચારીઓની સેવા રિકોર્ડની તપાસ કરવામાં આવશે.

ભારત સરકારે જણાવતા કહ્યું હતું કે, આવા કર્મચારીઓની ક્ષમતા અને ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરવામાં આવવી જોઈએ. ભારત સરકારે જણાવતા કહ્યું હતું કે, સર્વિસ રેકોર્ડ તપાસ બાદ નક્કી કરવામાં આવશે કે, કોઈ પણ અધિકારી યોગ્ય રીતે કામ કરી રહ્યા છે કે નહીં. જો આ પ્રમાણે નહિ હોય, તો તેમને લોકહિતમાં સમય પહેલા જ રિટાયર કરવામાં આવશે. જે કોઈ પણ અધિકારી માટે સજા સાબિત થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *