ભારત: સોમવારે સરકાર તમામ રાજ્યોને ઓબીસીની યાદી બનાવવાનો અધિકાર આપનાર 137મું બંધારણ સંશોધન બિલ રજૂ કરશે. પરંતુ પેગાસસ સહિત અન્ય મુદ્દા પર વિપક્ષનો હંગામો થવાની સંભાવના છે. પરંતુ આ બિલને પાસ કરાવવામાં વધુ મુશ્કેલી આવશે નહીં, કારણ કે કોઈ રાજકીય દળ અનામત સંબંધિત બિલનો વિરોધ કરશે નહીં.
પરંતુ સરકાર માટે હંગામા વચ્ચે સંવિધાન સંશોધન બિલ પાસ કરાવવુ થોડુ મુશ્કેલ પડશે. આ બિલને હાલમાં કેબિનેટે મંજૂરી આપી હતી. હકીકતમાં મેમાં સર્વોચ્ચ ન્યાયાલયે પોતાના એક નિર્ણયમાં રાજ્યને ઓબીસી યાદી તૈયાર કરવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો, છતાં આ બિલ લાવવામાં આવી રહ્યું છે. તેનાથી બીજીવાર રાજ્યોને આ અધિકાર મળી શકશે.
લોકસભામાં સોમવારે કુલ 6 બિલ રજૂ કરવાના છે. તેમાં ઓબીસી અનામત બિલ સિવાય લિમિટેડ લાઇબિલીટી પાર્ટનરશિપ બિલ, ડિપોઝિટ એન્ડ ઇન્શ્યોરન્સ ક્રેડિટ ગેરંટી બિલ, નેશનલ કમિશન ફોર હોમ્યોપેથી બિલ, નેશનલ કમિશન ફોર ઈન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન બિલ અને ધ કોન્સ્ટીટ્યૂશન એમેન્ડમેન્ટ શિડ્યૂલ ટ્રાઇબ્સ ઓર્ડર બિલ સામેલ છે. તો રાજ્યસભામાં 4 બિલ લાવવામાં આવશે, જે પહેલાથી લોકસભામાં પાસ થઈ ગયા છે. તેમાં એપ્પોપિએશન બિલ 3 અને 4 પૂર્વના ખર્ચને પસાર કરાવવા માટ છે. આ સિવાય ટ્રિબ્યૂનલ રિફોર્મ બિલ તથા જનરલ ઇન્શ્યોરન્સ બિલ પણ લિસ્ટેડ છે.
સંસદમાં સંવિધાનના અનુચ્છેદ 342-એ અને 366(26) સીના સંશોધન પર મહોર લાગી જાય તો પછી રાજ્યોની પાસે ઓબીસી યાદીમાં પોતાની મરજીથી જાતિઓને સામેલ કરવાનો અધિકાર હશે. મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાય, હરિયાણામાં જાટ સમુદાય, ગુજરાતમાં પટેલ સમુદાય અને કર્ણાટકમાં લિંગાયત સમુદાયને ઓબીસી વર્ગમાં સામેલ થવાની તક મળી શકે છે. તેમાંથી સરકારે મરાઠા સમુદાયને મહારાષ્ટ્રની પૂર્વ દેવેન્દ્ર ફડણવીસ અનામત આપ્યું હતું પરંતુ સુપ્રીમ કોર્ટે 5 મેએ ચુકાદામાં આ નિર્ણયને નકાર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.