ઉપરાજ્યપાલ પ્રશાસને મહત્વપૂર્ણ નિર્ણય લઈને જમ્મુ કાશ્મીર પ્રમાણપત્ર ધારક સાથે લગ્ન કરનાર મહિલા અથવા પુરૂષને ડોમિસાઈલ પાત્ર માની લીધા છે. સામાન્ય પ્રશાસન વિભાગે નવા નિયમની સૂચના જાહેર કરી દીધી છે. તે અંતર્ગત પ્રદેશમાં ડોમિસાઈલ પ્રમાણપત્ર ધારક સાથે લગ્ન કરવા પર અન્ય રાજ્યની મહિલા કે પુરૂષ હવે ડોમિસાઈલ પ્રમાણપત્ર હાંસલ કરીને સરકારી નોકરીને પાત્ર ગણાશે.
અગાઉની વ્યવસ્થામાં ફક્ત 15 વર્ષ સુધી જમ્મુ કાશ્મીરમાં રહેવા, નિર્ધારિત સમય સુધી પ્રદેશમાં સેવાઓ આપવા અને વિદ્યાર્થીઓ માટે નિર્ધારિત નિયમો અંતર્ગત જ ડોમિસાઈલ પ્રમાણપત્રની જોગવાઈ હતી. સામાન્ય પ્રશાસન વિભાગે મંગળવારે સૂચના જાહેર કરીને ડોમિસાઈલ પ્રમાણપત્રમાં 7મો ક્લોજ જોડ્યો છે. સૂચના પ્રમાણે ભારતીય બંધારણની કલમ 309નો પ્રયોગ કરીને જમ્મુ કાશ્મીર સિવિલ સર્વિસીઝ એક્ટ 2010ની કલમ 15 અંતર્ગત આપવામાં આવેલા નિયમો અંતર્ગત 7મો ક્લોજ જોડવામાં આવ્યો છે.
ડોમિસાઈલ પ્રમાણપત્ર નિયમોના આ 7મા ક્લોજમાં સ્પાઉસ ઓફ ડોમિસાઈલની શ્રેણી જોડવામાં આવી છે. તેમાં પતિ કે પત્નીનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. મતલબ કે આ શ્રેણીના અરજીકર્તાએ ડોમિસાઈલ માટે પોતાના જીવનસાથીનું ડોમિસાઈલ પ્રમાણપત્ર અને લગ્નનું પ્રમાણપત્ર જમા કરાવવું પડશે. રેવન્યુ ઈન્ચાર્જ આવા અરજીકર્તાઓને પ્રમાણપત્ર ફાળવી શકશે. જ્યારે જિલ્લાના નાયબ કમિશનર અપીલ અધિકારી હશે.
મહિલાઓને અનુભવાઈ રહી હતી મુશ્કેલી
કલમ 370 અને 35-એ નાબૂદી બાદ એવા કેસમાં મુશ્કેલી આવી રહી હતી જેમાં ડોમિસાઈલ પ્રમાણપત્ર ધારક સાથે લગ્ન કરવા છતા ડોમિસાઈલ નહોતું મળી રહ્યું. અન્ય રાજ્યની યુવતીઓ જે લગ્ન બાદ જમ્મુ કાશ્મીરમાં રહે છે તેમના માટે સ્પષ્ટ નિયમો નહોતા. કારણ કે, સામાન્ય કેસમાં ડોમિસાઈલ પ્રમાણપત્ર મેળવવા માટે 15 વર્ષ સુધી જમ્મુ કાશ્મીરમાં રહેવું ફરજિયાત છે. તે સિવાય સરકારી કર્મચારીઓ અને તેમના બાળકો માટે જોગવાઈ છે.
કલમ 35-એ નિર્ધારિત કરતી હતી જમ્મુ કાશ્મીરની નાગરિકતા
ભારતીય બંધારણની કલમ 35-એ જમ્મુ કાશ્મીરની વિધાનસભાને પોતાના નાગરિક પરિભાષિત કરવાનો અધિકાર આપતી હતી. તે અંતર્ગત જમ્મુ કાશ્મીરના નાગરિકોને રોજગારી અને સંપત્તિના વિશેષ અધિકારો હતા. સૌથી વધારે મુશ્કેલી એવી મહિલાઓને પડી રહી હતી જેમના લગ્ન અન્ય રાજ્યોમાં થતા હતા. તે મહિલાઓના બાળકોને જમ્મુ કાશ્મીરમાં સંપત્તિ અથવા નોકરીના અધિકાર નહોતા મળતા. કલમ 370ની સાથે કલમ 35-એ પણ નાબૂદ કરવામાં આવી હતી પરંતુ હજુ પણ અનેક વિસંગતિઓ અનુભવાઈ રહી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.