દેશમાં અવાર-નવાર દુષ્કર્મની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે હજુ બે દિવસ પહેલા જ ઉત્તર પ્રદેશના બદાયુમાં આંગણવાડીની કાર્યકર મહિલા પર થયેલા સામૂહિક બળાત્કારે આખા દેશને હચમચાવી મૂક્યો છે. આ સમગ્ર ઘટનાને લીન મોદી પણ નારાજ હોવાના અહેવાલ છે. હાથરસ ગેંગ રેપની જેમ આ ઘટનામાં પણ મોદીના આદેશથી અમિત શાહે મંગળવારે સાંજે ફોન કરતાં યોગી આદિત્યનાથ હરકતમાં આવ્યા.
હકીકતમાં રવિવારે એક 50 વર્ષિય મહિલા બડાઉનમાં તેના ગામના મંદિરમાં પૂજા કરવા ગઈ હતી. જે બાદ મહિલાનો મૃતદેહ શંકાસ્પદ સંજોગોમાં મળી આવ્યો હતો. પોલીસે આ મામલે તપાસ કરી અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બહાર આવ્યો ત્યારે ગેંગરેપની પુષ્ટિ થઈ હતી.
મોદીના આદેશથી અમિત શાહે મંગળવારે સાંજે યોગી આદિત્યનાથ ફોન કર્યો
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, શાહે યોગીને સ્પષ્ટ શબ્દોમાં મોદીની નારાજગીથી માહિતગાર કરીને ૨૪ કલાકમાં પગલાં લેવા અલ્ટિમેટમ આપ્યું હતું. શાહે યોગીને આ ઘટના બીજો નિર્ભયા કે હાથરસ કાંડ બની જાય એ પહેલાં આકરાં પગલાં લેવાની તાકીદ કરીને બુધવારે સાંજે રીપોર્ટ કરવા કહ્યું હોવાનું પણ કહેવાય છે.’
બુધવારે સાંજે રીપોર્ટ કરવા કહ્યું હોવાનું પણ કહેવાય છે.
યોગીએ તાબડતોબ ઉઘૈતીના પોલીસ સ્ટેશન પ્રભારી રાઘવેન્દ્રને બેદરકારી બદલ સસ્પેન્ડ કર્યા અને આ કેસમાં નિષ્પક્ષ તપાસ કરવા પણ ફરમાન કરીને આરોપી મહંતના માથે ઈનામ પણ જાહેર કરાવડાવ્યું. બળાત્કારના કેસમાં આટલી જલદી ફરાર આરોપીના માથે ઈનામ જાહેર કરાતું નથી. દિલ્હીમાં થયેલા નિર્ભયા બળાત્કાર કાંડની યાદ અપાવતી આ ઘટનામાં પોલીસે બે દિવસ સુધી ફરિયાદ નહોતી લીધી. મહિલાનું પોસ્ટમોર્ટમ કરવામાં પણ ચાર દિવસ કાઢી નાંખ્યા હતા.
પીએમ રિપોર્ટમાં રેપ, ગુપ્ત ભાગોને ભારે ઇજા અને પગના તેમજ ફેફસાના હાડકા તોડવા સહિતની બર્બરતા બહાર આવી હતી. તેની કરોડ રજ્જુને પણ તોડી નાખવામાં આવી હતી. મહિલા પર ગેંગરેપ બાદ અત્યંત નિર્દયતાપૂર્વક માર પણ મારવામાં આવ્યો, કાળજુ કંપાવી નાખે તેવી આ ઘટનાના આરોપી મંદિરના પૂજારી મહંત સત્યનારાયણ, તેનો ચેલો વેદરામ તેમજ ડ્રાઇવર જસપાલની સામે રેપ-હત્યાનો ગુનો દાખલ કરાયો છે. ભીસમાં આવેલી પોલીસે સ્થાનીક એસએચઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
તેમના પર સમયસર કાર્યવાહી ન કરવા, ટોચના અધિકારીઓને જાણ ન કરવા સહિતના આરોપો હેઠળ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અન્ય એક બેદરકારી પીએમ કરાવવામાં સામે આવી હતી, ઘટનાના ૪૮ કલાક બાદ પીએમ રિપોર્ટ કરવામાં આવ્યો, પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે જ્યારે મુખ્ય આરોપી અને મંદિરનો મહંત હજુ પણ ફરાર છે. બીજી તરફ આ સમગ્ર ઘટના બહાર આવ્યા બાદ મહિલા કમિશને ઉત્તર પ્રદેશ પોલીસને તાત્કાલીક યોગ્ય પગલા લેવાનો આદેશ આપ્યો છે. સાથે ઘટના અંગે ખેદ પણ વ્યક્ત કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle