ભગુડાવાળી માં મોગલનો સાક્ષાત ચમત્કાર: લગ્નના 11 વર્ષે વાંજયા દંપતીના ઘરે માં મોગલે આપ્યું સંતાનનું સુખ

Published on Trishul News at 1:06 PM, Thu, 10 August 2023

Last modified on August 10th, 2023 at 1:07 PM

Santan maṭe rakhi Mogal mata ni manata: માં મોગલ ની કૃપાદ્રષ્ટિથી ઘણા લોકોને જીવનમાં ચમત્કારિક અનુભવ થયા છે. જે પણ વ્યક્તિને માતાની કૃપાદ્રષ્ટિ પ્રાપ્ત થાય તે વ્યક્તિ ધન્ય થઈ જાય છે. આજે તમને આવી જ એક મહિલા વિશે જણાવીએ જેનું જીવન પણ માં મોગલ એ ધન્ય કરી દીધું. આ મહિલા લગ્ન પછી સંતાન સુખ ઇચ્છતી હતી પરંતુ લગ્નના 11 વર્ષ થઈ ગયા છતાં પણ તેને સંતાન પ્રાપ્તિ થઈ નહીં.

ત્યારે ની સંતાન દંપત્તિએ માં મોગલ ની એક માનતા રાખી. તેમણે સાંભળ્યું હતું કે, માં મોગલ એ 50 વર્ષે પણ સંતાન દીધા ના દાખલા છે તેવામાં આ પતિ પત્નીએ પણ લગ્નના 11 વર્ષ પછી તેમના ઘરે પારણું બંધાય તે માટે એક માનતા રાખી.

આદંપતી સંતાન માટે ઘણી દવાઓ કરાવી ચુક્યા છે છતાંય તેમને 11 વર્ષ સુધી સંતાન પ્રાપ્ત થયું નહીં. તેમણે માં મોગલ પર શ્રદ્ધા રાખીને સંતાન પ્રાપ્તિ માટે માનતા રાખી. માંનો પરચો દંપત્તિને તુરંત જ મળ્યો. માં મોગલ ની માનતા રાખવાના એક જ વર્ષની અંદર આ દંપત્તિની સમસ્યાનો અંત આવી ગયો.

લગ્નના 11 વર્ષ પછી માં મોગલ ની કૃપાથી યુવતીના ઘરે પારણું બંધાયું અને દીકરાનો જન્મ થયો. છેલ્લા 11 વર્ષથી જે પરિવાર સંતાનો સુખ ઝંખતો હતો તે પરિવારમાં દીકરાનો જન્મ થતાં પરિવારના લોકો ખુશખુશાલનો માહોલ છવાઈ ગયો છે.

જ્યારે તેમનું સંતાન થોડું મોટું થયું ત્યારે તે દંપત્તી તેને લઈને કબરાઉ આવ્યા અને માતાજીના દર્શન કર્યા. અહીં તેમણે મણીધર બાપુના પણ આશીર્વાદ લીધા. સાથે જ તેમણે ઈચ્છા વ્યક્ત કરી કે તેઓ મંદિરમાં ચાંદીનું છત્ર ચઢાવવા ઇચ્છે છે ત્યારે મણીધર બાપુએ કહ્યું કે માંએ તેમની માનતા સ્વીકારી લીધી છે પરંતુ ચાંદીનું છત્ર તેમના કુળદેવીના મંદિરમાં ચડાવવામાં આવે.

Be the first to comment on "ભગુડાવાળી માં મોગલનો સાક્ષાત ચમત્કાર: લગ્નના 11 વર્ષે વાંજયા દંપતીના ઘરે માં મોગલે આપ્યું સંતાનનું સુખ"

Leave a comment

Your email address will not be published.


*