ભારત દેશમાં અને દેવી દેવતાઓના સેકંડો મંદિર આવેલા છે. દરેક મંદિર સાથે કોઈ ઈતિહાસ અને પૌરાણિક કારણ જોડાયેલું હોય છે. હજી પણ ઘણા એવા મંદિર છે જ્યાં ઈશ્વરીય શક્તિના પરચાઓ સતત જોવા મળે છે. આજે આપને એક એવા જ ચમત્કારિક ધામની વાત કરીશું. આઈ શ્રી મોગલ માતાજીનું ધામ કબરાઉમાં આવેલું છે. લોકોને મણિધર બાપુમાં ઈશ્વરીય શક્તિના દર્શન થાય છે.
તમને પણ મોગલધામમાં ઘણા બધા ઈશ્વરીય શક્તિના પરચાઓ સાંભળવા અને જોવા મળ્યા હશે. આઇ શ્રી મોગલ લોકોની દરેક સમસ્યાઓ દૂર કરે છે. કબરાઉ ધામમાં મોટી સંખ્યામાં લોકો પોતાની માનતા પૂર્ણ થયા બાદ દર્શને આવે છે. ઘણા લોકો પોતાની તકલીફોને લઈને માં મોગલના દર્શન કરવા માટે આવે છે. માં મોગલના દર્શન માત્રથી જ ભક્તોના તમામ દુઃખ અને તકલીફો દુર થઇ જાય છે.
જયારે ભક્તો પોતાની ફરિયાદ લઈને આવે છે, ત્યારે કબરાઉ ધામમાં બિરાજમાન મણિધર બાપુ તમામ લોકોની ફરિયાદ સાંભળે છે, અને કોઈ વાર એવું કહેતા હોય છે, જે સાંભળી આપણે તેમની સામે નતમસ્તક થઇ જઈએ છીએ. અત્યારે આપણે એક એવી જ ઘટના વિષે ચર્ચા કરીશું.
હાલમાં એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં એક પિતા પોતાના દીકરાને લઈને કબરાઉ ધામમાં માં મોગલના શરણે આવે છે. પિતાએ કહ્યું કે, મારા દીકરાની બંને કીડનીઓ ફેલ થઇ ગઈ છે. અનેક દવાઓ કરી હોવા છતાય કોઈ ફરક પડ્યો નથી. ત્યારે મણીધર બાપુ એ દીકરાના બંને હાથ પોતાના હાથમાં લઈને કહે છે કે “મારી કિડની તું લઇ લે અને તારી કિડની મને આપી દે.”
લોકો આ વીડિયો ખુબ જ પસંદ કરી રહ્યા છે. મોગલધામમાં પોતાનું ધાર્યું કામ પૂર્ણ થતા લોકો હજારો લાખો રૂપિયા ચઢાવવા માટે આવે છે. બાપુ એક રૂપિયો ઉમેરી તેમને પરત આપે છે અને આ પૈસા બહેન દીકરીને આપી દેવા પણ સૂચના કરતા હોય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.