આ મોબાઈલે તો હવે હદ કરી: બાળક સહિત માતા પડી ગઈ ગટરમાં…જુઓ વિડીયો

Mom Viral Video: સોશિયલ મીડિયા પર આજકાલિક એક વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જમા એક મહિલા ફોન કર વાત કરતા કરતા ચાલી રહી છે. તેણે એક બાળકને (Mom Viral Video) તેડેલું છે. અચાનક તેનો પગ ખુલ્લી ગટરમાં જાય છે અને તે બાળક સહિત ગટરની અંદર સમાઈ જાય છે.

આ ચોકાવનારી ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. જેમાં એક મહિલા પોતાના બાળકને તેડેલો હોય છે અને તે જ સમયે તે ખુલ્લી ગટરમાં પડી જાય છે. આ વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ થયો અને હવે તેને instagram પર શેર કરવામાં આવ્યો છે.

Instagram પર વાઇરલ થયો વિડિયો
Instagram પર આ વીડિયોને શેર કરવા માગ્યો છે. વીડિયોમાં મહિલા રોડ પર ચાલતી દેખાઈ રહી છે અને તે ફોનમાં વાત કરવામાં એટલી વ્યસ્ત હતી કે તેને પોતાની સામે રહેલી ખુલ્લી ગટર પણ દેખાઈ ન હતી. અચાનક મહિલાનો પગ આ ગટરમાં પડે છે અને તે બાળક સહીત જ તે ગટરમાં સમાઈ જાય છે. આ દ્રશ્ય ખૂબ ડરાવનારું અને ચિંતાજનક છે.

વ્યક્તિએ દાવો કર્યો છે કે મહિલા અને બાળકને વધારે વાગ્યું નથી
આ વિડીયો જોયા બાદ સોશિયલ મીડિયા પર લોકોએ ગુસ્સો ઠાલવ્યો છે અને તેને બેદરકારીનું પરિણામ જણાવ્યું છે. એક વ્યક્તિ લખે છે કે મહિલા પોતાના 9 મહિનાના બાળકને લઈને ફોન પર વાત કરવામાં વ્યસ્ત હતી અને બેદરકારીનું નુકસાન ભોગવવું પડ્યું.સ્થાનિક લોકોએ તરત જ તેને બહાર કાઢ્યા હતા. આ ઘટના ફરીદાબાદની જણાવવામાં આવી રહી છે.

લોકોએ શું કહ્યું?
તેમજ અન્ય યુઝરો કહી રહ્યા છે કે મહિલાનો શું વાંક છે આમાં? આ ખુલ્લી ગટરને કેમ ઢાંકવામાં ન આવી? તો બીજા એક યુઝરે લખ્યું કે ફોન સુરક્ષિત છે પરંતુ બાળકનું શું? આ વિડીયોએ ખુલ્લી ગટર જેવી અને ખતરનાક પરિસ્થિતિ અને રોડ સુરક્ષાના ઉપાયોની અછતને ઉઘાડી પાડી છે. લોકો કહી રહ્યા છે કે આવી દુર્ઘટના વારંવાર કેમ થઈ રહી છે અને આના માટે જવાબદાર કોણ છે.