સુરતમાં 18 વર્ષીય નબીરાએ સર્જ્યો અકસ્માત- પાલમાં 100 કિમીની ઝડપે કાર ચલાવીને વિદ્યાર્થીને 20 ફૂટ ઊંચે ફંગોળ્યો

Youth dies in Surat accident: રાજ્યમાં અક્સમાતની ઘટનાઓ બંધ થવાનું નામ જ નથી લઈ રહ્યું. તેવી જ એક અક્સમાતની ઘટના સુરતના પાલ ગૌરવપથ રોડ પર મોપેડ લઈ રસ્તો ક્રોસ કરતા બીકોમના વિદ્યાર્થીને 100 કિમીથી વધુની ઝડપે દોડતી વોક્સવેગન કારના ચાલકે ટક્કર મારી 20 ફૂટ ઊંચે ફંગોળી દેવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ મોત(Youth dies in Surat accident) નિપજ્યું છે. બનાવ અંગે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડ પણ કરી લીધી છે.

સુરતના પાલનપુર જલારામ સ્કૂલની સામે ક્રિષ્ટલ હાઈટ્સમાં રહેતા પ્રવિણ પટેલ વેપારી તરીકે કામ કરી રહ્યા છે. તેમનો 20 વર્ષીય પુત્ર ધ્રુવાંગ કે.પી. કોમર્સ કોલેજમાં બીકોમમાં અભ્યાસ કરતો હતો. ગુરૂવારે સવારે ધ્રુવાંગ મોપેડ પર ઘરે જતો હતો ત્યારે ગૌરવપથ પેવેલિયન પ્લાઝા ચાર રસ્તા પાસે રસ્તો ક્રોસ કરતી વખતે પુરપાટ ઝડપે આવતી વોક્સવેગનના ચાલકે તેને ઉડાવી દીધો હતો. જેમાં ઘટના સ્થળે જ તેનું કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. પાલ પોલીસે કાર ચાલક દેવ નિતીન પટેલ (ઉ.વ 18) ની ધરપકડ કરી છે. ધ્રુવાંગ એકનો એક દીકરો હોવાથી પટેલ પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

મોપેડ ચાલક યુવક રસ્તો ક્રોસ કરી રહ્યો હતો ત્યારે તેણે એક વાર જોયું પણ હતું છતાં ચાર રસ્તા પર ક્રોસ કરતી વખતે તેનું ધ્યાન ન હતું અને થોડીક જ વારમાં કાર પૂરપાટ ઝડપે ધસી આવી હતી અને મોપેડ ચાલકને હવામાં ફંગોળી દીધો હતો. કારચાલક પાસે લર્નિંગ લાઇસન્સ જ હોવાનું પોલીસનું કહેવું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *