અવારનવાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક ભયંકર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી રહી છે. ઉત્તરપ્રદેશમાં આવેલ મુરાદાબાદ જિલ્લામાં આગ્રા હાઈવે પર ધુમ્મસને લીધે ભયંકર અકસ્માત સર્જાયો છે. અહીં બસ તથા ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો છે.
અકસ્માતમાં 10 લોકોના થયા મોત :
બસ અને ટ્રક વચ્ચે સર્જાયેલ ભીષણ માર્ગ અકસ્માતમાં કુલ 10 લોકોના કરુણ મોત નીપજ્યા છે. જ્યારે બસમાં સવાર કુલ 11 જેટલા લોકો ઘાયલ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પોલીસ તથા ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ચૂક્યા છે. આની સાથે જ રાહત કામગીરી ચાલી રહી છે. મુરાદાબાદ શહેર પાસ 18 કિમી દૂર થાના કુંદરકી વિસ્તારમાં હુસૈનપુર પુલિયામાં આ ઘટના સર્જાઈ છે.
મૃતકોના પરિવારજનોને 2-2 લાખ અને ઘાયલોને 50-50 હજાર :
બીજી બાજુ દુર્ઘટના પર રાજ્યના મુખ્યમંત્રી યોગીએ અધિકારીઓને તાત્કાલીક ઘટનાસ્થળે જવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે. મદદ પહોંચાડવા તથા સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે આદેશ આપવામાં આવ્યા છે. મુખ્યમંત્રી દ્વારા મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા તથા ઘાયલ લોકોને 50-50 હજાર રૂપિયાની સહાયતા રકમ આપવા માટેના આદેશ કરવામાં આવ્યા છે.
सुबह क़रीब 8ः10 बजे हादसा हुआ। हादसे में 10 लोगों की मौत हुई है, 10-11 घायलों को अस्पताल भेजा गया है। मुख्यमंत्री ने घायलों के निशुल्क और समुचित इलाज के निर्देश दिए हैं: राकेश कुमार, मुरादाबाद के ज़िलाधिकारी #Moradabad https://t.co/89bJzBZxTf pic.twitter.com/Qm5X9KRVjl
— ANI_HindiNews (@AHindinews) January 30, 2021
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle