કૃષ્ણ ભગવાન અંગે નિવેદન બાદ ભારે વિરોધ સર્જાયો હતો. ત્યારે બે વખત માફી માંગ્યા બાદ મોરારિ બાપુ દ્વારકા આવીને દ્વારકાધીશની માફી માંગવા માટે આવ્યા હતા. આ દરમિયાન પબુભા માણેક દ્વારા હુમલાનો પ્રયાસ થતા ભારે ઉહાપોહ થયો હતો. આ મામલે પબુભાના ભારે વિરોધ બાદ મોરારીબાપુનું નિવેદન સામે આવ્યું છે મોરારી બાપુએ તેમને માફી આપી છે.
દ્વારકા મંદિર ખાતે પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક તરફથી કરવામાં આવેલા હુમલાના પ્રયાસ અંગે મોરારિબાપુએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે, મારા તરફથી આ વિવાદ પૂર્ણ થયો છે. હું માફી માંગનાર અને આપનાર વ્યક્તિ છું. બીજી તરફ મોરારિ બાપુ પર દેવભૂમિ દ્વારકામાં થયેલા હુમલાનો પ્રયાસના સાધુ-સંત સમાજવે વખોડી કાઢ્યો છે. આ ઉપરાંત મહુવાનું તલગાજરડા ગામ આ ઘટનાના વિરોધમાં સ્વયંભૂ બંધ રહ્યું છે. આહીર સમાજ દ્વારા પભુબા માણેકને માફી માગવા માટે માગ કરવામાં આવી છે. આ ઉપરાંત અનેક લોકોની લાગણીઓ પણ દુભાઈ છે.
મોરારિબાપુએ આજે કહ્યું કે, “હું બે વખત માફી માંગી ચૂક્યો છું. મને કહેવામાં આવ્યું કે, બાપુ તમે દ્વારકા આવી જાવ, એટલું હું દ્વારકા ગયો હતો. દ્વારકાધીશ મારા ઈષ્ટદેવ છે, મારા તરફથી વાત પૂરી થાય છે. અમુક લોકો આવેદનપત્ર આપવા માંગે છે તે બાબતે મોરારિબાપુએ જણાવ્યું હતું કે, કોઈએ ઉશ્કેરાવું નહીં, મારો સ્વભાવ છે હું માફી માંગનારો અને માફી આપનારો છું, મારા તરફથી આ બધું પુરૂ થયું છે. મારા કોઈ અનુયાયી નથી.”
આહિર સમાજ દ્વારા આવતીકાલે દ્વારકામા પબુભા વિરુદ્ધ ફરિયાદ નોંધાવાશે. જામનગર-દ્વારકા આહિર સમાજે ઘટનાને સખત શબ્દોમાં વખોડી છે. 15 દિવસમા મોરારીબાપુ અને આહિર સમાજની માફી માંગવા આહિર સમાજે માંગ કરી છે. આવતીકાલે આહિર સમાજ દ્વારા પબુભા વિરુદ્ધ આવેદનપત્ર આપશે. તેમજ પબુભા વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરાશે.
મોરારિબાપુ પર હુમલાના પ્રયાસના ઠેર ઠેર પડ્યા ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે મહુવાના તલગાજરડા ગામના લોકોએ બંધ પાડીને વિરોધ નોંધાવ્યો છે. બાપુ પર હુમલાના પ્રયાસથી ગામના લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે. આ સાથે જ ગામ લોકોએ પબુભા માણેક સામે પગલાં લેવાની માંગ કરી છે. ગામના લોકોએ તમામ પ્રકારના ધંધા-રોજગાર બંધ રાખીને સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તે રીતે રેલી કાઢીને પબુભા માણેક સામે પગલાં લેવા માટે આવેદનપત્ર આપ્યું હતું.
શું છે સમગ્ર મામલો?
ઘણા સમય પહેલા એક કથામાં મોરારિબાપુએ ભગવાન કૃષ્ણ અને તેમના મોટાભાઇ બલરામ વિશે અયોગ્ય ટીપ્પણી કરી હતી. જેને લઇને આહીર સમાજ અને કાન્હા વિચાર મંચ દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આહીર સમાજની માગણી હતી કે બાપુ એકવાર દ્વારકાધીશના ચરણોમાં માફી માગી જાય. આથી મોરારિબાપુ ગઇકાલે ગુરૂવારે દ્વારાકાધીશમા ચરણોમાં શિશ ઝુકાવી માફી માગી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news