મોરારિ બાપુની કથા પર પ્રતિબંધની શક્યતા: સનાતન ધર્મ વિરુદ્ધ વિધર્મીઓનો પ્રચાર કરવાનો લાગ્યો આરોપ

Morari Bapu Katha News: હાલમાં ગ્લોબલ હિન્દુ કાઉન્સિલ સંસ્થા દ્વારા વિદેશોમાં મોરારીબાપુના કથા કરવા પર પ્રતિબંધ કરવાની વિચારણા ચાલી રહી હોવાના એક સમાચાર વાયરલ (Morari Bapu Katha News) થયા છે. આ પેપર કટિંગમાં જણાવ્યું છે કે હિન્દુ સંગઠનો એક વિવાદિત ગતિવિધિઓને જોઈને મોરારીબાપુ પર પ્રતિબંધ લગાવવા માટે વિચારણા કરી રહ્યા છે.

હવે મોરારી બાપુ પોતાની છબી સુધારવા માટે સનાતનના એક સંપ્રદાયને નિશાન બનાવી રહ્યા છે અને રોજ ઝેર ઓકતા રહે છે. આ વાતને ધ્યાનમાં રાખીને, સનાતન સંપ્રદાયના જ્ઞાની સંતો એવા મંતવ્ય પર આવ્યા છે કે મોરારી બાપુને સનાતનની પરવા નથી, આથી તેમને કથામાંથી દૂર કરવામાં આવે. તેમજ તેમની કથા પર પ્રતિબંધ લગાવવામાં આવે તે પ્રકારના સમાચાર સામે આવ્યા છે.

વાયરલ સમાચારમાં લખાયું છે કે સર્વામનાય સનાતન આર્યાર્વત સંત સમિતિ નો આદેશ છે કે મોરારી કે.જે રામકથામાં અલી મૌલાની ધૂન ગાય છે રામાયણમાં ઉર્દુ ગઝલ ગાય છે. તેમજ સનાતનીઓને મુસલમાનોની કવિતાઓ વાંચવાની સલાહ આપે છે રજનીશ ને આદર્શ માને છે. સ્મશાનમાં ફેરા ફરવા જોઈએ તેવી વાતો કરે છે. એકાદશી વ્રત કરવાનું ખંડન કરે છે. આ તમામ વાતો ના વિડીયો સોશિયલ મીડિયામાં જોયા બાદ સનાતની સંતોએ આ તમામ વાતોને ધ્યાનમાં લઈને મોરારી ને પાખંડી અને સનાતન વિરોધી ગણાવ્યો છે . સાથે સાથે જણાવવામાં આવ્યું છે કે મોરારી સમાજમાં સમય સમયે વિખવાદ ઊભા કરવા માટે સતત પ્રયત્નશીલ હોય છે.

વાયરલ ફોટોમાં લખાયેલ છે કે સનાતન ધર્મમાં અલગ અલગ માન્યતાવાળા અનેક સંપ્રદાયો શાંતિપૂર્ણ રીતે સમાજને આધ્યાત્મિકતા તરફ દોરી રહ્યા છે ત્યારે મોરારી કે જે અલ્લાહનો ઉપાસક છે અને સનાતન ધર્મના કોઈને કોઈ સંપ્રદાયને કોઈને કોઈ વાતે નિંદા કરીને સનાતન ધર્મના અંગોને ખંડિત કરી રહ્યો છે. મોરારી પવિત્ર વ્યાસપીઠ ઉપર ઈર્ષા અને ક્રોધ ભરી વાતો કરીને પોતાની આત્માને શાંતિ આપે છે અને તેની વાણીમાં અહંકાર દેખાય છે.”