મોરૈયાની ખેતી ભરશે ખેડૂતોના ખિસ્સા: 50 રૂપિયાના છંટકાવથી થશે 25 હજારની આવક

Morayya Cultivation: અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ખીચા ગામના ખેડૂત મોરૈયાની ખેતીમાં ‘ખીચા’( ખીસ્સા) ભરે છે.સાંભળીને અચરજ જેવું લાગે, પણ સત્ય છે. માનો કે ના માનો આ ચમત્કારથી પણ વિશેષ છે.ખીચા તો માત્ર ઉદાહરણ છે, પરંતુ નળ સરોવર (Morayya Cultivation) આસપાસના સાણંદ, બાવળા, વિરમગામ તાલુકાના અંતરિયાળ ગામો કે જ્યાં પાણીની સુવિધા ઓછી છે અથવા આ વિસ્તારના ગામો કે જે માત્ર વરસાદ આધારિત ખેતી કરે છે તેવા ગામોના ખેડૂતો આજે મિલેટ પાક તરફ વળ્યા છે, અને ઓછા ખર્ચે વધુ આવક મેળવે છે.

મિલેટ પાકોનું વાવેતર પણ જરૂરી
આ ખેડૂતો મિલેટ પાકને મહત્વ આપી તેમના ખેતરમાં મોરૈયો કે બંટી વાવીને માતબર નફો મેળવતા થયા છે.માત્ર એક વિઘા જમીનમાં 500 ગ્રામ એટલે કે માત્ર 50 રૂપિયાંનો મોરૈયો નાંખી માત્ર 90 દિવસમાં અંદાજે રૂપિયા 25 હજારની આવક મેળવે છે.સાણંદ તાલુકાના ખીચા ઞામના વતની કાશીરામભાઈ સુરાભાઈ વાઘેલા વર્ષ 2013થી પ્રાકૃતિક ખેતી કરે છે, પરંતુ સાથે મિલેટ પાકો પર તેમણે ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

ઔષધીય અને આયુર્વેદિક ગુણોથી ભરેલ છે મોરૈયો
ખાસ વાત એ છે કે તેમાં કોઈ રોગ નથી થતો. મોરૈયાની ખીર પણ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તેનો ઉપવાસ, ઉપવાસ અને પૂજામાં પણ ઉપયોગ થાય છે. સાથે જ આ અનાજ પોતાનામાં અનેક ઔષધીય અને આયુર્વેદિક ગુણોથી ભરેલું છે. તે સુગરના દર્દીઓ માટે રામબાણ છે અને હૃયના રોગોદથી પીડિત લોકો માટે પણ એક આદર્શ આહાર છે. જ્યારે તેમાં આયર્ન અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે.

ચોમાસામાં મિલેટ પાકની ખેતી કરી શકાય
કાશીરામભાઈ કહે છે કે, નળ સરોવર વિસ્તારના સાણંદ, બાવળા અને વિરમગામના અંતરિયાળ ગામોના ખેડૂતો માત્ર વરસાદ આધારિત ખેતી કરે છે, ત્યારે તેમના માટે મિલેટ પાક ખુબ ઉપયોગી છે. આ વિસ્તારના ખેડૂતો મિલેટ તરફ વળ્યા છે.કાશીરામભાઈએ આ ખેડૂતોને તાલીમ આપી અને તેમાંથી પ્રેરણા લઈ આ ખેડૂતો મિલેટ પાક તરફ વળ્યા છે.આ વિસ્તારના ખેડૂતો ચોમાસું શરૂ થાય એટલે જમીનમાં બે ખેડ કરી ૫૦૦ ગ્રામ મોરૈયો કે બંટી ની છાંટણી (વાવણી) કરી દે છે. એટલે કોઈ ઝંઝટ નહીં.