મોરબી ઝૂલતો પુલ કેસમાં મુખ્ય આરોપી જયસુખભાઈ પટેલને (Jaysukh Patel Oreva) સુપ્રીમ કોર્ટે શરતી જામીન આપવાની હુકમ કર્યો હતો ત્યારે જે બાબતે આજે રેગ્યુલર જામીન અરજીની શરતો નક્કી કરવા મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટમાં દલીલો કરવામાં આવી હતી. જેમાં સરકાર અને બચાવ પક્ષે કરેલી દલીલોને ધ્યાને લઈને કોર્ટે જયસુખભાઇ પટેલના એક લાખના શરતી જામીન મંજુર કર્યા છે.
ઝૂલતા પુલ કેસમાં ઓરેવા ગ્રુપના એમડી જયસુખભાઈ પટેલની રેગ્યુલર જામીન અરજીની શરતો નક્કી કરવા આજરોજ મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટમાં ટ્રાયલ ચાલી હતી. જેમાં સરકારી વકીલે સમગ્ર ઘટનાક્રમ અંગે કોર્ટમાં જાણકારી આપી હતી. તેમજ આરોપી ત્રણ માસ સુધી ફરાર રહ્યા હતા સહિતની દલીલો રજુ કરી હતી. જયારે બચાવ પક્ષના એડવોકેટ દ્વારા પણ દલીલો રજુ કરવામાં આવી હતી. બંને પક્ષની દલીલો ધ્યાને લઈને કોર્ટે શરતી જામીન મંજુર કર્યા હતા
શરતી જામીનમાં જેલ મુક્ત થયેલા આરોપી જયસુખભાઈ પટેલને કોર્ટે કેટલીક શરતો સાથે જામીન આપેલ છે જેની વાત કરીએ તો, એક લાખના જામીન લેવા, તેઓને પોતાનું રેસીડેન્સીયલ પ્રૂફ આપવું કે તેઓ ક્યાં રહે છે અને તેમાં ફેરફાર થતા કોર્ટમાં જાણ કરવાની રહેશે. આરોપી સાક્ષીઓને પ્રભાવિત કરવાના કોઈ પ્રયત્ન ના કરવા, પાસપોર્ટ હોય તો સરન્ડર કરવાનો રહેશે તેઓને ભારત બહાર જવું હોય તો કોર્ટમાંથી પરવાનગી લઈને જવાનું રહેશે સૌથી મહત્વની શરત જયસુખભાઈ પટેલ મોરબી જીલ્લાની હદમાં પ્રવેશ કરી શકશે નહિ તેઓ કોર્ટ મુદત સિવાય મોરબી જીલ્લામાં પ્રવેશ નહિ કરી સકે અને ટ્રાયલ પૂર્ણ થાય ત્યાં સુધી તેઓને મોરબી જીલ્લાની હદ બહાર રહેવાનું રહેશે તેવી માહિતી સરકારી વકીલ વિજયભાઈ સી જાનીએ આપી હતી. તેવી અનેક શરતો સાથે જામીન મંજૂર કરવામાં આવ્યા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App