મચ્છુ ડેમ પર બનાવવામાં આવેલ ઝૂલતા બ્રિજ (Morbi Hanging Bridge Collapsed) ના રીનીવેશન બાદ લોકાર્પણ ના ત્રીજા જ દિવસે ધરાશાયી થતા મોટી દુર્ઘટના બનવા પામી છે. મોરબીમાં આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. પ્રખ્યાત એવો ઝૂલતો પુલ તૂટી ગયો છે. જેના કારણે અનેક લોકો નીચે પટકાયા છે. હાલ બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.
કાંતિ અમૃતિયા, પૂર્વ ધારાસભ્યએ દાવો કર્યો છે કે તેમણ ૬૦ બોડી નદી માંથી કાઢી છે ? ત્યારે કાંતિ અમૃતિયાના નિવેદને અનેક સવાલો ઉભા કર્યા છે. ઘટનાની જાણકારી મળ્યે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે શોક વ્યક્ત કર્યો છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપત્તિ વ્યવસ્થાપન અને સારવાર માટે સૂચનાઓ આપીને મોરબી જવા રવાના થઈ ગયા હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે.
મોરબીમાં તાજેતરમાં જ રીનોવેશન બાદ ઝૂલતા પુલને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. રજાના દિવસોમાં ઝૂલતા પુલ ઉપર મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા હતા. આજે પણ ઝૂલતા પુલ ઉપર લોકોની સંખ્યા વધી ગઈ હોય પુલ તૂટી પડ્યો હતો. જેના કારણે લોકો નીચે પટકાયા હતા. હાલ એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આ સાથે બચાવ કાર્ય પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.
એક બાજુ દિવાળીના પર્વ પર સહેલાણીઓ બહાર ગામ ફરવા જતા હોય છે, ત્યારે આજે મોરબીમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. મોરબીના મચ્છ નદી પર આવેલો ઝૂલતા પુલના વચ્ચેથી (Morbi Hanging Bridge Collapsed) બે કટકાં થઈ ગયા જેના પગલે અંદાજે 400 લોકો ડૂબ્યાં હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. ત્યારે હવે સવાલ એ સર્જાય છે કે, નવા વર્ષના દિવસે જ આ પુલ સમારકામ બાદ ખુલ્લો મુકાયો હતો ત્યારે હવે સળગતો સવાલ લોકોમાં ચર્ચાઈ રહ્યો છે કે, મોરબીના ઝૂલતા પુલમાં ભ્રષ્ટાચાર થયો છે? અને તંત્રના પાપે અનેક સહેલાણીઓનો લેવાશે ભોગ?
આ દુર્ઘટનામાં મોટી સંખ્યામાં લોકો નીચે પટકાયા હતા. તો અનેક લોકો પુલને પકડીને પોતાનો જીવ બચાવવા લટકયા હતા. અત્યારે બચાવ કામગીરી પુરજોશમાં છે. કચ્છથી અને રાજકોટથી તરવૈયા અને રાજકોટથી 7 ફાયર બ્રિગેડની અને 1 SDRFની ટીમો રવાના થઇ છે. જ્યારે ગાંધીનગરથી બે NDRFની ટીમ રવાના કરાઇ છે અને હેલ્પ લાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે.
બિસ્માર હાલતમાં થતા રિનોવેશન માટે બંધ રખાયો હતો. 6 મહિનાના સમયમાં અંદાજીત 2 કરોડના ખર્ચે રિપેરિંગ કરવામાં આવ્યો હતો જે નવા વર્ષની શરૂઆતમાં ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. નવા વર્ષના દિવસે ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલના હસ્તે ખુલ્લો મૂકાયો હતો. મોરબીની શાન ગણાતો ઝૂલતો પુલ ચાલુ થતા મોરબીવાસીઓમાં આનંદ છવાયો હતો.