PM મોદીના જન્મદિન પર રાજ્ય સરકાર દ્વારા લાખો મહિલાઓને મળશે આ અમુલ્ય ભેટ

હાલમાં કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે.આ મહામારીની વચ્ચે 17 સપ્ટેમ્બરનાં રોજ PM નરેન્દ્ર મોદીનો જન્મદિન આવી થયો છે. આ દિવસે રાજ્યના CM વિજય રુપાણી દ્વારા એક મહત્વની જાહેરાત કરવામાં આવો છે.રાજ્યમાં સૌપ્રથમવાર CM મહિલા કલ્યાણ યોજનાની શરૂઆત કરીને કુલ 10 લાખથી પણ વધારે માતાઓ-બહેનોને 0% વ્યાજે લોન ધિરાણ આપવામાં આવશે.

આત્મનિર્ભર ભારતનાં PMનાં સંકલ્પને સાકાર કરવામાં ગુજરાતની મહિલાશક્તિ લીડ લેશે. PM નરેન્દ્ર મોદીનાં જન્મદિવસે CM વિજય રૂપાણી દ્વારા મહિલા ઉત્કર્ષ યોજનાની રાજ્યની માતૃશક્તિને ભેટ આપવામાં આવશે. કોરોના બાદ બદલાયેલ આર્થિક-સામાજિક જીવનશૈલીમાં મહિલાશક્તિ, માતા-બહેનોની આત્મનિર્ભરતાનો નવો માર્ગ ખૂલશે. રાજ્યનાં કુલ 1 લાખ મહિલા જૂથની કુલ 10 લાખ માતા-બહેનોને CM મહિલા ઉત્કર્ષ યોજનાનો લાભ મળશે.

કુલ 1,000 કરોડ સુધીનું ધિરાણ મહિલા જૂથોને આપવાની યોજના તૈયાર કરવામાં આવી છે, જેમાં બેંક લોનનું વ્યાજ રાજ્ય સરકાર દ્વારા ભોગવવામાં આવશે તેમજ લોન લેવા માટે જરૂરી સ્ટેમ્પ ડ્યૂટીમાં પણ માફી આપશે. મહિલા જૂથદીઠ કુલ 1 લાખ રૂપિયાનું લોન-ધિરાણ સરકારી, સહકારી, ખાનગી બેંકો, RBI માન્ય ધિરાણ સંસ્થામાંથી મળશે. રાજ્ય સરકાર બેન્કોની સાથે ટૂંક સમયમાં જ આ યોજનામાં જોડાવવા અંગેના M.O.U. કરશે.

મળેલ જાણકારી પ્રમાણે કુલ 10 મહિલાઓનાં એક જૂથ એમ કુલ 1 લાખ જૂથ બનાવવામાં આવશે. દરેક જૂથને એક લાખનું લોન-ધિરાણ તથા તમામ બહેનોને પોતાનો નાનો-મોટો વ્યવસાય, ગૃહ ઉદ્યોગ, વેપારની શરૂઆત કરવા માટે વગર વ્યાજે લોન ધિરાણ આપવામાં આવશે. કોરોના બાદ સ્થિતિમાં બહેનોને પરિવારનો આર્થિક આધાર બનવાની સાથે જ નાના માણસની મોટી લોનનું મુખ્યમંત્રીનું લક્ષ્ય પણ સાકાર થઈ જશે.

શહેરી વિસ્તારોમાં શહેરી વિકાસ વિભાગનું રાજ્ય અર્બન લાઇવલી હૂડ મિશન અમલીકરણ કરવામાં આવશે. રાજ્યની લાખો બહેનોનાં આત્મનિર્ભરતાનાં સ્વમાન ભેર જીવવાનાં સ્વપ્ન પાર પાડવામાં CM મહિલા ઉત્કર્ષ યોજના ઉદીપક બનશે તથા શ્વેતક્રાંતિમાં અગ્રેસર રાજ્યની નારીશકિતને હવે CM મહિલા ઉત્કર્ષ યોજનાથી પોતાના નાના વ્યવસાયો, ગૃહ ઉદ્યોગની શરૂઆત કરીને પોતાનાં કૌશલ્ય તેમજ સ્વપ્ન સાકાર કરવાની તક આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *