ગુજરાતના ઉંઝામાં આવેલ ગણેશજીનું 1200 વર્ષથી પણ વધુ જૂનું ચમત્કારિક મંદિર, ભગવાન શીવ સાથે જોડાયેલ છે પૌરાણિક ઇતિહાસ

Author Ganapati temple in Mehsana: મહેસાણા જીલ્લાના ઉંઝા તાલુકાના ઔઠોર ગામમાં આવેલુ બાપ્પાનું મંદિર ઔઠોરના ગણપતિ મંદિર(Author Ganapati temple in Mehsana) તરીકે દેશભરમાં પ્રખ્યાત છે. આ…

Author Ganapati temple in Mehsana: મહેસાણા જીલ્લાના ઉંઝા તાલુકાના ઔઠોર ગામમાં આવેલુ બાપ્પાનું મંદિર ઔઠોરના ગણપતિ મંદિર(Author Ganapati temple in Mehsana) તરીકે દેશભરમાં પ્રખ્યાત છે. આ મંદિર સાથે અનેક દંતકથાઓ પણ જોડાયેલી છે. મંદિરમાં સ્થાપિત દાદાની મુર્તિ પાંડવ યુગ સમયની છે તેમ કહેવાય આવે છે. એટલુ જ નહીં મંદિરના ઇતિહાસ સાથે સોલંકીકાળ પણ જોડાયેલો છે તેવું જાણવા મળ્યું છે.

એ સમયના રાજાઓ કોઇ પણ કામની શરૂઆત મંદિરમાં પૂજા-અર્ચના કર્યા પછી જ કરતા હતા. પ્રાચીનકાળમાં જ્યારે દેવ ઇન્દ્રના લગ્નની જાન જોડાઇ તો દરેક દેવી-દેવતાઓને આમંત્રણ આપવામાં આવ્યા હતા પરંતુ ગણપતિની વાંકી સૂંઠ અને વિચિત્ર દેખાવના કારણે તેમને લગ્નમાંથી બાકાત રાખવાનો નિર્ણય કરાયો. પરંતુ જાન જ્યારે ઔઠર અને ઉંઝા વચ્ચે આવેલા સોમનાથ મહાદેવના મંદિર પહોંચી તો બાપ્પાના ક્રોધના કારણે દેવ ઇન્દ્રના રથના પૈડા ભાંગી ગયા.

ત્યારે બધા લોકોને સમજાયુ કે આ ગણેશનો અનાદર કર્યાનું ફળ છે. બાપ્પાને રીઝવવા દેવોએ સાથે મળી પુષ્પાવતી નદીના કીનારે 33 કરોડ દેવી-દેવતાઓની પૂજા કરી. આજે પણ આ નદીના કિનારે 33 કરોડ દેવી દેવતાઓનું મંદિર છે. આ પૂજા બાદ શીવ પરિવાર જાનમાં જોડાયા હતા અને દેવ ઇન્દ્રની જાન આગળ વધી. પાછળથી ગણપતિની થાક લાગતા શીવજીએ તેમને ‘અહિં ઠેર’ કહ્યું જેના પરથી જ આ ગામનું નામ ઔઠોર પાડવામાં આવ્યું છે તેવી માન્યતા છે.

મળતી માહિતી અનુસાર, અહીં સ્થાપીત બાપ્પાની પ્રતિમા રેણું એટલે કે માટીમાંથી બનાવેલી છે અને ડાબી સૂંઢની છે. આવી પ્રતિમા દેશના કોઇ પણ મંદિરમાં જોવા મળતી નથી. દાદાના આ મંદિરમાં બારેમાસ ભક્તો દર્શનાર્થે આવે છે. તો આ ગણેશ મહોત્સવમાં તમે પણ ઔઠોરના ગણપતિ બાપ્પાના દર્શન કરી પોતાના જીવને પાવન બનો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *