અવારનવાર આપડે ટ્રેનના અકસ્માતના કિસ્સાઓ સાંભળતા હશું કે કોઈ માધ્યમ દ્વારા તેમની જાણકારી મેળવતા હશું. ત્યારે આવો જ એક ગંભીર અકસ્માત બે ટ્રેનોને સામસામે અથડાવવાને કારણે થયો છે.
મલેશિયાની રાજધાની ગણાતી એવી કુઆલાલંપુરમાં રેલ્વે અકસ્માતની એક ગંભીર દુર્ઘટના સામે આવી રહી છે. વાસ્તવિકમાં એક સુરંગમાં બે ટ્રેનો એક બીજા સાથે અથડાવવાને કારણે આ અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી અનુસાર આ ભયંકર અકસ્માતમાં 217 કરતા વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જયારે 47 કરતા પણ વધુ લોકોની હાલત ખુબ જ ગંભીર જણાઈ રહી છે.
The collusion between two Lrt in Kelana Jaya. #lrt #collusion #trainaccident #malaysia pic.twitter.com/wJ2XCNr0a9
— Afromav (@afromav) May 24, 2021
આ અક્સ્માંતને લઈને મલેશિયાના પરિવહન મંત્રી વી કા સિઓંગે જાણકારી આપતા કહ્યું છે કે, અહીયાના સમય અનુસાર સોમવારના રોજ રાત્રે અંદાજે 8 વાગ્યા આજુબાજુ આ દુર્ઘટના બની હતી. સાથે પરિવહન મંત્રી વી કા સિઓંગે જાણકારી આપતા કહ્યું છે કે 213 જેટલા મુસાફરોને લઈને જઈ રહેલી ટ્રેન દુનિયાના સૌથી ઉચા ટ્વિન ટાવરમાંના એક પેટ્રોનાસ ટાવર્સની પાસે સુરંગમાં ખાલી પડેલી અન્ય ટ્રેન સાથે અથડાઈ હતી.
Inna-lillah !! The biggest train accident in the history of Malaysia. MRT train accident happened next to KLCC today! May Allah protect everyone, and heal those who are afflicted. pic.twitter.com/T23P8EqGgi
— Md Jahirul Islam (@MdJahir98683595) May 24, 2021
47 મુસાફરો ગંભીર રીતે ઘાયલ:
તમામ ઘાયલ મુસાફરોને રેલ્વે પ્લેટફોર્મ પર પહોચાડવામાં આવ્યા છે. યાત્રીઓનું બચાવ કાર્ય પણ શરુ છે. એક ઇન્ટરવ્યુંમાં કુઆલાલંપુરના ફાયર સેફટી અને રેસ્ક્યું વિભાગના પ્રમુખ નોર્ડીન એમડી પૌજીના જણાવ્યા અનુસાર 47 જેટલા મુસાફરો અત્યંત ગંભીર રીતે ઘાયલ થયા છે. જયારે બીજા અન્ય 166 લોકો સામાન્ય ઈજાગ્રસ્ત છે.
JUST IN : There has been an accident on the LRT Kelana Jaya line, specifically trains number 40 and 81. pic.twitter.com/MQodOJdyjJ
— Elill (@Elill_E) May 24, 2021
મલેશિયાના વડાપ્રધાન મુહિદ્દીન યાસીને ટ્વિટર પર લખ્યું છે કે, આ દુર્ઘટના અત્યંત ‘ગંભીર’ છે. તેમણે કહ્યું કે પરિવહન મંત્રાલય અને રેલ કંપનીને ‘અકસ્માતનું કારણ શોધવા માટે સંપૂર્ણ તપાસ કરવા’ સૂચના આપવામાં આવી છે. સાથે કહ્યું હતું કે ‘તરત જ કડક કાર્યવાહી કરવામાં આવશે’ અને સંબંધિત પક્ષોને સુચના આપવામાં આવી છે કે, ઘાયલ થયેલા લોકોને ‘સંપૂર્ણ સારવાર’ મળે.
[UPDATED] LRT trains in accident, passengers in pain and shock | Malaysia | The Vibeshttps://t.co/schYQaOLpM pic.twitter.com/NSxGkFqkG9
— Eugene CHUNG (@eugenechung) May 24, 2021
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.