રાજ્યમાં હવે ચૂંટણી (election)નો માહોલ જામી રહ્યો છે. ત્યારે ચૂંટણીને લઈને અવનવી રાજનીતિઓ શરુ થઈ ગઈ છે. સામાન્ય રીતે કોંગ્રેસ (Congress)ના કાર્યકરો અને નેતાઓ કોંગ્રેસને છોડીને ભાજપ (BJP)નો કેસરિયો ધારણ કરતા હોય છે. પરંતુ આ વખતે આનાથી તદ્દન ઊંધું જોવા મળ્યું છે. જાણવા મળ્યું છે કે, સિદ્ધપુર (Siddharpur)માં 500થી વધુ પાટીદાર બહેનો અને ભાઈઓએ ધારાસભ્ય ચંદનજી ઠાકોરના હસ્તે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે.
મળતી માહિતી અનુસાર, વિધાનસભાની ચૂંટણીને લઇ સિદ્ધપુરમાં કોંગ્રેસનો ભરતી મેળો યોજાયો હતો. આ દરમિયાન સરસ્વતી તાલુકામાં ભાજપમાં ભંગાણ પડયું હતુ. સરસ્વતી તાલુકાના કાતરા ગામે પાટીદાર સમાજની 500થી વધુ બહેનો અને ભાઈઓએ સિદ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોરના હસ્તે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. જેમાં તાલુકા મહામંત્રી જમનાબેન પટેલ, કિરીટભાઈ બારોટ, બાબુભાઈ તેમજ સરસ્વતી તાલુકા ભાજપના અગ્રણી લેબાજી ઠાકોર સહિતના હોદ્દેદારોએ ભાજપ છોડી કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો.
View this post on Instagram
કોંગ્રેસમાં બેઠકોનો દોર:
જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે, તેમ તેમ કોંગ્રેસ પોતાની જબરદસ્ત તૈયારીઓ કરી રહી છે. આગામી ચૂંટણીને લઈ કોંગ્રેસમાં બેઠકો થઈ રહી છે. તેમજ અમરેલી જીલ્લામાં કોંગ્રેસ દ્વારા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે આજરોજ રાજસ્થાનના મંત્રી સુખરામ બિશ્નોઈ અમરેલી જિલ્લાના પ્રવાસે છે. અહીં તેમણે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની સાથે બેઠક યોજી હતી.
આ બેઠકમાં વિધાનસભાના પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી, અમરેલી સંસદીય બેઠકના પ્રભારી સુખરામ બિશ્નોઈ અને સહ પ્રભારી ગોપાલ મીણા, પરેશ ધાનાણી, વિરજી ઠુમમર, સુરેશ કોટડીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન પ્રદેશ પ્રભારી રઘુ શર્મા, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ ધારાસભ્યો સાથે વર્તમાન સ્થિતી અંગે ચર્ચા કરી હતી.
જેમાં વિધાનસભા બેઠક દીઠ સ્થાનિક પ્રશ્નોને મેનિફેસ્ટોમાં સમાવવા ચર્ચા કરાઈ. દરેક વિધાનસભા બેઠક દીઠ સંવાદ બેઠક કરવાનું આયોજન કરાયું છે. ધારાસભ્યોએ અન્ય બેઠકના મતદાર સાથે રહેલા સંપર્કનો ઉપયોગ કરવો સૂચન કરાયું. તો સાથે જ ધારાસભ્યો પાસેથી મતદારો સુધી પહોંચવા અંગેના સુચનો મંગાવ્યા.
125 બેઠકોનો લક્ષ્ય:
સાથે જ કોંગ્રેસનું 125 બેઠકો જીતવાનું લક્ષ્યાંક છે. નજીકના દિવસોમાં કોંગ્રેસ તેના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરશે. કોંગ્રેસ 58 ઉમેદવારોની યાદી તૈયાર કરી છે. ઉમેદવારોને પૂરતો સમય મળે તે માટે વહેલી યાદી જાહેર કરશે. આવી સ્થિતિમાં નારાજ નેતાઓ કોંગ્રેસને બાય બાય કહી રહ્યાં છે. ત્યારે ભાજપ ઉપરાંત અન્ય પાર્ટીઓ પણ મેદાને છે
ત્યારે આવી પરિસ્થતિમાં ચૂંટણી કેવી રીતે જીતવી? કયા મુદ્દા લઈ લોકો સમક્ષ જવું? ઉમેદવારોની પસંદગી વગેર જેવા મુદ્દા પર ચર્ચા કરવા PCC ખાતે ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં છત્તીસગઢ સરકારના સિનિયર મંત્રી અને ગુજરાતના ઓબ્ઝર્વર ટી.એસ. સિંહ દેવ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મિલિંદ દેવરા પ્રદેશ પ્રભારી રઘુ શર્મા, વિપક્ષ નેતા સુખરામ રાઠવા અને પ્રદેશ પ્રમુખત જગદીશ ઠાકોર અને ધારા સભ્યો હાજર રહ્યા હતા.
બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો કે ચૂંટણી ઢંઢેરો તૈયાર કરતા પહેલાં કોંગ્રેસનાં લોકો સમાન્ય નાગરિકોને મળી તેઓ શું ઇચ્છે છે તે જાણવાનો પ્રયાસ કરશે. લોકોની સમસ્યાઓ ઉજાગર કરવામાં આવશે. ચૂંટણી માટે બુથ મેનેજમેન્ટ ખૂબ મહત્વનું છે અને આ કામગીરી યોગ્ય રીતે થાય તેની પર ભાર મુકાશે. ત્યારે બીજી તરફ આ અંગે લોકો એવું કહી રહ્યાં છે કે, હાલનો સમય જોતાં કોંગ્રેસ ધોળા દિવસે સપનાં જોઈ રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.