રાજ્યના 80 હજારથી વધુ રિક્ષા-સ્કૂલ વાનચાલકોએ કરી હડતાલ; જાણો સમગ્ર મામલો

School Van Drivers Strike: આજથી ગુજરાત રાજ્યમાં 80 હજારથી વધુ રિક્ષા-સ્કૂલવાન ચાલકો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. ટ્રાફિક પોલીસ અને RTOની કામગીરીના (School Van Drivers Strike) વિરોધમાં સ્કૂલવાન ચાલકો અને સ્કૂલ રિક્ષા ચાલકો હડતાળ પર ઉતર્યા છે તેવું સામે આવી રહ્યું છે.

પરમીટ ન મળે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ધમકી
જ્યાં સુધી વાહનોને કાયદેસરની પરમીટ નહીં મળે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ધમકી આપવામાં આવી રહી છે. તંત્રની કામગીરીથી નારાજ હોવાને લઈને સ્કૂલ વર્ધી એસોસિયેશન દ્વારા હડતાળનો નિર્ણય કરવામાં આવ્યો છે.

15 હજાર સ્કૂલ વેન- સ્કૂલ રિક્ષા, માત્ર 800 પાસેજ પરમીટ
રાજ્યના મહાનગર તરીકે ઓળખાતું શહેર અમદાવાદમાં આશરે 15 હજારથી વધુ રિક્ષા અને વેનમાંથી માત્ર 800 લોકો પાસે જ પરમીટ આપવામાં આવી છે. એક વર્ષથી રજૂઆત કરવા છતાં પાસિંગ પ્રક્રિયા ન કરાઈ હોવાનો આરોપો મુકવામાં આવ્યા છે. તો રાજકોટની ઘટના બાદ હવે તંત્ર જાગ્યું હોવાનો એસોસિએશનનો દાવો કરવામાં આવ્યો છે.

વાલીઓને હેરાનગતિ
હડતાળને કારણે આજે વાલીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને સવારના બાકીના તમામ કામ પડતા મુકી સંતાનોને સ્કૂલે મુકવા દોડવું પડ્યું હતું.