ગુજરાતના આ ગામે ગૌચરમાંથી પકડાયો લાખોનો બનાવટી વિદેશી દારુ- બાતમી મળતા પોલીસે પાડ્યા દરોડા અને…

ભેંસાણ(ગુજરાત): પોલીસને માહિતી મળી હતી કે, ભેંસાણ તાલુકાના ઉમરાળી ગામે મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો આવેલો હતો. માહિતીના આધારે રેડ પાડીને ભારતીય બનાવટી વિદેશી દારૂની 189 પેટી…

ભેંસાણ(ગુજરાત): પોલીસને માહિતી મળી હતી કે, ભેંસાણ તાલુકાના ઉમરાળી ગામે મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો આવેલો હતો. માહિતીના આધારે રેડ પાડીને ભારતીય બનાવટી વિદેશી દારૂની 189 પેટી સાથે એક આરોપીની ધડપકડ કરીને વધુ કાર્યવાહી શરુ કરી છે.

મળતી માહિતી અનુસાર, પોલીસને ઉમરાળી ગામે ગૌચર જમીનમાં કોઈ વ્યક્તિ દારૂનો જથ્થો સંતાડતો હોવાની માહિતી મળી હતી. જેના આધાકે પીએસઆઈ એ.ડી. વાળા સહિતનો સ્ટાફ બી.પી. વાઘેલા, હૈદરઅલ્લી, કનકસીંહ, જીગ્નેશભાઈ સહિતનાએ સ્થળ પર રેડ પાડી હતી.

આ દરમિયાન ગૌચર જમીન પાસે આરોપી કેતન બરાળીયાની ધડપકડ કરીને સ્થળની તપાસ શરુ કરી હતી. તપાસ કરતા 3 લાખની 189 દારૂની પેટી જપ્ત કરી હતી. પોલીસે અન્ય આરોપી પ્રકાશ ખુમાણને પકડી પાડવા માટે વધુ તપાસ શરુ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *