આજે અમે તમને ચોટીલા પર્વત પર બિરાજમાન ચામુંડા માતા વિશે જણાવીશું અને તેમની સાથે જોડાયેલી કેટલીક વાતો કે જેના વિશે મોટાભાગના લોકો કદાચ નહીં જાણતા હોય. ચોટીલાના ડુંગરે માં ચામુંડા સાક્ષાત બિરાજમાન છે જયારે પણ તમે ચોટીલા ચામુંડામા ના દર્શન કરવા માટે જાઓ છો.
જ્યારે તમે ચોટીલા જશો ત્યારે તમારે 635 પગથિયા ચઢવા પડશે. ચામુંડા માતા નો પર્વત લાખો વર્ષ જૂનો છે. લાખો વર્ષ પહેલા આ એરિયામાં ચંડ અને મુંડ નામના બે ખૂબ જ શક્તિશાળી રાક્ષસોની ખૂબ જ ત્રાસ હતો એટલે માટે ઋષિ-મુનિઓએ યજ્ઞ કરીને માં આધ શક્તિ ને પ્રગટ કર્યો આ આધ શક્તિ એ ચંડ અને મુંડ નામના બંને રાક્ષસોનો વધ કર્યો.માટે તેને ચંડી ચામુંડા તરીકે ઓલખાયા છે.
આજથી 300 વર્ષ પહેલાં આટલું ભવ્ય અને શાનદાર મંદિર ન હતું અને પગથિયા પણ ન હતા તો પણ લોકો માતાજી ના દર્શન કરવા માટે આવતા હતા.કહેવાય છે કે ચામુંડા માં દિવસ માં 3 વાર પોતાનું સ્વરૂપ બદલે છે જે ખૂબ અવિશ્વાસનીય વાત છે.
ગણ્યાગાંઠ્યા લોકો જાણતા હોય છે કે આખા દિવસ દરમિયાન તો ઘણા લોકો આ મંદિરે દર્શન કરવા માટે આવે છે પણ સાંજની આરતી પત્યા પછી દરેક લોકોએ પર્વત નીચે ઉતરી જવાનું હોય છે.સામાન્ય લોકોની સાથે સાથે મંદિર ના પુજારીએ પણ પર્વત નીચે ઊતરી જવું પડે છે અને પાછા બીજા દિવસે ફરીથી ચડે છે. કારણ કે રાત્રે પર્વત પર રહેવાની કોઈને પણ પરમિશન નથી. માત્ર નવરાત્રિ દરમિયાન જ પૂજારી સહિત પાંચ લોકોને આ પર્વત પર રહેવાની પરવાનગી માતા એ આપી છે. આ પર્વત પર રાતે વાઘની ગર્જના પણ સંભળાય છે. ચોટીલા ના લોકો ને આ વાત ની ચોક્કસપણે ખબર જ હશે.