બિહાર(Bihar)ના સારણ(Saran)માંથી એક એવી ઘટના સામે આવી છે જે ખરેખર માનવતાને શરમાવે તેવી છે. ખરેખર, ત્રણ વર્ષની માસૂમને તેની માતા અને દાદીએ મોંમાં માટી નાખીને જમીનમાં દાટી દીધી હતી. અંદરથી રડવાનો અવાજ આવતા લોકોને તેની જાણ થઈ. મામલો કોપા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે.
મહિલાઓએ જમીનમાં દાટી દીધેલી છોકરીનો રડવાનો અવાજ સાંભળ્યો:
કોપા મરહા નદીના કિનારે કબ્રસ્તાનની આ ઘટના કહેવામાં આવી છે. અહીં લાકડા લેવા માટે આવનાર મહિલાઓએ જમીનમાં દાટી દીધેલી છોકરીનો રડવાનો અવાજ સાંભળ્યો. આ સાંભળીને મહિલાઓએ ભૂત છે ભૂત છે તેબી બુમાબુમ કરી હતી. જેના પર સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા. માટી હટાવવામાં આવી ત્યારે બાળકી જીવતી હોવાનું જણાયું હતું. ચોક્કસપણે ગ્રામજનોને બિરદાવવા જોઈએ કારણ કે, તેમણે બાળકીને બચાવી લીધી.
સદર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે:
ગ્રામજનોએ બાળકીને બહાર કાઢી કોપા પોલીસ સ્ટેશનને જાણ કરી. બાળકી ખૂબ જ ઇજાગ્રસ્ત હાલતમાં હતી. ગભરાયેલી બાળકી કંઈ બોલી શકે તેવી હાલતમાં નહોતી. બાળકીએ પોલીસને પોતાનું નામ લાલી જણાવ્યું છે. પિતાનું નામ રાજુ શર્મા અને માતાનું નામ રેખા દેવી છે. જોકે ગામનું નામ કહી શકે તેમ ના હતી.
બાળકી લાલીએ જણાવતા કહ્યું હતું કે, “મા અને દાદી તેને ફરવાના બહાને લાવ્યા. જ્યારે તે ચીસો પાડતી હતી ત્યારે તેણે તેના મોંમાં માટી ભરી દીધી હતી. ગળું દબાવીને મને માટીમાં દાટી દીધી હતી.
લાલી ગામનું નામ જણાવી શકી નથી:
દરમિયાન, બાળકીને બહાર કાઢ્યા પછી, લોકોએ કોપા પોલીસ સ્ટેશનને જાણ કરી. માહિતી મળતાં જ પેટ્રોલિંગ ટીમમાં તૈનાત એએસઆઈ રવિન્દર સિંહ ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘટના અંગે પૂછપરછ કરી. પ્રાથમિક સારવાર બાદ કોપા પોલીસે બાળકીને સારવાર માટે સદર હોસ્પિટલમાં મોકલી હતી. આશા કાર્યકર્તાની દેખરેખ હેઠળ બાળકની સારવાર કરવામાં આવી રહી છે. કોપા પોલીસે જણાવ્યું કે યુવતીના પરિવારજનોને શોધી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.