ફોન પર વાત કરવાના ચક્કરમાં પોતાના બાળકને જ ભૂલી ગઈ માતા, વિડીયો થયો વાયરલ

Mother Viral Video: સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ આ વિડીયો ખરેખર ચોંકાવનારો છે. તેમાં દેખાડવામાં આવ્યું છે કે એક મહિલા ફોન પર વાત કરવામાં એટલી હદે ઊંડી ઉતરી ગઈ હતી કે તેને ખબર જ ન રહી કે તે પોતાના બાળકને બગીચામાં ભૂલી આવી છે. વાયરલ ક્લિપને (Mother Viral Video) લઈને ઇન્ટરનેટ પર બાળકોની સુરક્ષા અને માતા પિતાની જવાબદારી વિશે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ઘણા લોકોનું માનવું છે કે આ વિડિયો સ્ક્રીપ્ટેડ હોઈ શકે છે.

વાયરલ થઈ રહેલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે મહિલા ફોન પર વાત કરતા કરતા જઈ રહી છે, એવામાં પાછળથી એક વ્યક્તિ બાળકને તેડી તે મહિલા પાછળ દોડતો દેખાઈ રહ્યો છે અને કહી રહ્યો છે કે ઓ મેડમ તમે તમારા બાળકને ભૂલી આવ્યા છો. આ જોઈ મહિલા ને તાત્કાલિક પોતાની ભૂલનો અહેસાસ થાય છે અને તે બાળકને લેવા માટે દોડી પડે છે.

વીડિયોમાં તમે જોશો કે મહિલા બાળકને તરત જ ગળે લગાવી લે છે. ત્યારબાદ આ વ્યક્તિ મહિલાને કહે છે કે અરે મેડમ શું તમે પણ તમારું જ બાળક છે ને? આ વિડીયો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરવામાં આવ્યો છે.

અહીંયા જુઓ વાયરલ વિડિયો

જેવો આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો લોકોએ પોતાની પ્રતિક્રિયાની જડીઓ લગાવી દીધી છે. લોકો કહી રહ્યા છે કે આખરે એક માં આવું કેવી રીતે કરી શકે. તેમજ કેટલાક લોકોએ દાવો કર્યો છે કે આ ઘટના કોઈ ફિલ્મના શૂટિંગનો ભાગ હતો.

એક વ્યક્તિએ કમેન્ટ કરતા લખ્યું કે લાપરવાહિની પણ એક હદ હોય છે. બીજા એક વ્યક્તિએ લખ્યું કે બધા લોકો ફોનમાં જ ઘૂસી ગયા છે, સાચી દુનિયા ભૂલી રહ્યા છે લોકો. તમને જણાવી દઈએ કે આ વિડીયો જૂનો છે. 2019 માં આ ક્લિપ વાઇરલ થઇ હતી. જે હવે પાછી ફરી અત્યારે વાયરલ થઈ છે.