Bareilly wife kills husband: ઉત્તરપ્રદેશના બરેલીમાં સૌરભ-મુસ્કાન જેવો મામલો સામે આવ્યો છે. અહીંયા એક પત્નીએ પ્રેમી માટે પોતાના જ પતિને મારી નાખ્યો હતો. પ્રેમી આ કાંડમાં તેનો સાથ આપ્યો હતો. બંને આ હત્યાને આત્મહત્યાનું રૂપ દેવાની કોશિશ કરી, પરંતુ પોસ્ટમોર્ટમ (Bareilly wife kills husband) રિપોર્ટમાં બધું જ સામે આવી ગયું. ખબર પડી હતી કે યુવકની હત્યા કરવામાં આવી છે. પોલીસે તપાસ કરી તો કાતિલ બીજું કોઈ નહીં, પરંતુ મૃતક ની પત્ની અને તેનો પ્રેમી નીકળ્યા હતા.
ભાઈની ફરિયાદના આધારે મૃતક કેહરસિંહની પત્ની અને તેના પ્રેમી વિરુદ્ધ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. હાલમાં બંને લોકો જેલના સળિયા પાછળ છે. પોલીસે જ્યારે પત્નીની તડકાઈથી પૂછપરછ કરી, તો તે તૂટી ગઈ અને તેણે પોતાનો ગુનો કબુલ કરી લીધો.
પતિ હતો સફાઈ કર્મી
પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રવિવારની સાંજે સફાઈકર્મી કહેર સિંહની લાજ 15 સાથે લટકેલી જોવા મળી હતી. શરૂઆતમાં આગ કેસ આત્મહત્યાનો લાગી રહ્યો હતો. પરંતુ જ્યારે પોસ્ટમોર્ટમ થયું તો તેમાં ઘણું દબાવીને હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ કેહરસિંહના ભાઈની ફરિયાદના આધારે પતેગંજ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં પત્ની રેખા અને તેના આશિક પીન્ટુ વિરુદ્ધ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસે જ્યારે કડકાઈથી પૂછપરછ કરી તો આરોપી રેખાએ પોતાનો ગુનો કબુલ કર્યો હતો.
લગ્નને થઈ ગયા હતા 16 વર્ષ
કેહરસિંહની પત્ની રેખાના લગ્ન 16 વર્ષ પહેલાં થયા હતા. તેના અત્યારે 4 બાળકો પણ છે, જેમાં રાહુલ અને દીકરી પરી કુમારી ઉપરાંત બીજા બે બાળકો છે. કેહરસિંહના મોટાભાઈ અશોક કુમારે જણાવ્યું હતું કે રેખા મેડિકલ કોલેજમાં જમવાનું બનાવવાનું કામ કરતી હતી. ત્યાં બીજનોરમાં રહેતા પીન્ટુ સાથે રેખાની મુલાકાત થઈ હતી. બંનેમાં પહેલા મિત્રતા થઈ અને ત્યારબાદ બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા, તેના બાદ કેહરસિંહને આ વાત વિશે ખબર પડી, તો તેને નોકરી છોડવા માટે કહી દીધું. પરંતુ રેખાએ નોકરી છોડવાની ના પાડી દીધી હતી.
ભાડાના મકાનમાં રહેતો હતો કે હરસિંહ
બરેલીના અલીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 35 વર્ષનો કેહર સિંહનગર પંચાયત ફતેગંજ પશ્ચિમમાં સાફ-સફાઈ કર્મી રૂપે છેલ્લા દસ વર્ષથી કામ કરતો હતો. ચેહર પોતાની પત્ની રેખા અને ચારેય બાળકો સાથે ભાડાના મકાનમાં રહેતો હતો. રવિવારની સાંજે લગભગ સાડા પાંચ વાગ્યે રૂમની અંદર તેની લાશ પંખા સાથે લટકેલી જોવા મળી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે લાશનો કબજો લઈ મોટા માટે મોકલી હતી. રિપોર્ટમાં ગળું દબાવીને હત્યા કરવાની પુષ્ટિ થઈ હતી, ત્યારબાદ કહેર સિંહના ભાઈ અશોકની પત્ની રેખા અને તેના પ્રેમી પિન્ટુ વિરુદ્ધ હત્યાનો કેસ નોંધાવ્યો હતો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App