મધ્યપ્રદેશ(Madhya Pradesh): કહેવાય છે કે પ્રેમની કોઈ ઉંમર હોતી નથી. પ્રેમએ ઉંમરનો મોહતાજ નથી હોતા, તેનો પુરાવો રાજ્યનાના છતરપુરમાં(Chhatarpur) સામે આવ્યો છે. જ્યાં 7 બાળકોની માતા ઉંમરના આ તબક્કે પ્રેમમાં પડી હતી. તે આશિક સાથે તેના 7 બાળકો અને પતિને નોધારા મુકીને ભાગી ગઈ હતી.
છતરપુરના પીપોરકાલા ગામમાં રહેતી 7 બાળકોની માતા કમલા યાદવ 10 દિવસ પહેલા તેના પતિ અને બાળકોને રડતા-રડતા પ્રેમી સાથે છોડીને ભાગી ગઈ હતી. પતિએ 5 દિવસ પહેલા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો.
પતિ મુકેશ કહે છે કે, મારે 7 બાળકો છે. પત્ની કમલા બાળકોને છોડીને ગામના જ રામકિશન શુક્લ સાથે ભાગી ગઈ છે. તે સૌથી નાના પુત્રને પોતાની સાથે લઈ ગઈ છે. આટલું જ નહીં તે પોતાની સાથે આધાર કાર્ડ સહિત તમામ દસ્તાવેજો પણ લઈ ગઈ છે. મુકેશે જણાવ્યું કે, રામકિશનને કામકાજ માટે મારા ઘરે અવાર-નવાર આવવા જવાનું થતું હતું.
પતિ મુકેશે વધુમાં જણાવતા કહ્યું કે, કદાચ આ દરમિયાન પત્ની અને રામકિશન વચ્ચે પ્રેમ સબંધ બંધાઈ ગયો હતો. જોકે, રામકિશને થોડા સમય પહેલા ઘરે આવવાનું બંધ કરી દીધું હતું. તેઓએ ભાગવા અંગે પહેલાથી જ યોજના બનાવી હતી. જેથી તેના પર કોઈ શંકા ન રહે. હું 10 દિવસથી પોલીસ સ્ટેશન જાઉં છું. તેનો કોઈ પત્તો લાગતો નથી.
આ મામલે માટગુવાન પોલીસ સ્ટેશનના પ્રભારી સિદ્ધાર્થ શર્માએ જણાવ્યું કે, અમે પતિના રિપોર્ટ પર ગુમ વ્યક્તિની નોંધ કરી છે. તેણે મહિલા સાથે ફોન પર વાત કરી હતી. પત્નીએ જણાવ્યું કે, તે તેના પતિ અને બાળકોને જાણ કરીને આશિક સાથે ગઈ હતી. તે થોડા દિવસો પછી પાછી આવશે. તેણી આવશે ત્યારે બંનેના નિવેદન લેવામાં આવશે. તેના આધારે કાર્યવાહી કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.