ખોબા જેવડું નેપાળ એકપછી એક ભારતના વિસ્તાર પોતાના કબજે કરી રહ્યું છે- ક્યાં સુધી મોદી ચુપ બેસશે?

ભારત અને નેપાળની વચ્ચે વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. હવે ફરી વખત નેપાળે સરહદ વિવાદને લઈને ભારત સાથે આડોડાઈ કરવાનું શરૂ કરી દીધું છે. નેપાળ સરકારે ગત સોમવારે પોતાના નવા નકશા જાહેર કર્યા જેમાં ભારત સાથે જોડાયેલા લિપુલેખ અને કાલા પાણી વિસ્તારને નેપાળી ઓએ પોતાના વિસ્તારમાં ગણાવ્યા. આ પહેલા નેપાળી વડા પ્રધાન કે પી શર્મા ઓલીના નેતૃત્વમાં મળેલી બેઠક દરમિયાન આ નકશાને મંજૂરી આપવામાં આવી હતી.

નેપાળના રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારી એ કહ્યું કે, આ વિસ્તારો અને અમારા જ છે અને આ વિસ્તારો અમે ભારત પાસેથી પરત લઈ લઈશું. આ વિવાદ ઘણા સમયથી ચર્ચામાં રહેલો છે. ત્યારે હવે નેપાળ નવા નક્શા સાથે નવા દાવા કરી રહ્યું છે કે આ જમીન અમારી છે. તેણે ઉત્તરાખંડમાં ત્રણ ભારતીય ક્ષેત્રો પર પોતાની જમીન હોવાનો તો દાવો કર્યો છે હવે તેણે બિહારમાં પણ પૂર્વ ચંપારણ જિલ્લાની જમીન પર પણ પોતાનો દાવો કર્યો છે. એટલું જ નહીં તેણે ઢાકા બ્લૉકમાં લાલ બકૈયા નદી પર તટબંધ નિર્માણનું કામ પણ રોકી દીધું છે. હવે તેને લઇને DM કપિલ અશોકએ જિયોલોઝિકલ સર્વે ઓફ ઇન્ડિયા અને બિહાર સરકારને જાણકારી આપી આ વિવાદનો ઉકેલ લાવવા માટે અનુરોધ કર્યો છે.

DM કપિલ અશોકએ કહ્યું કે, નેપાળી અધિકારીઓએ તટબંધના છેલ્લા ભાગના નિર્માણ પણ આપત્તિ જાહેર કરી છે. અને સીમાનો અંતિમ બિંદુ તેમની પાસે હોવાનો દાવો કર્યો છે. તમને જણાવી દઇએ કે નેપાળે દાવો કર્યો છે કે, નિર્માણનો કેટલાક ભાગ પણ તેમના ક્ષેત્રીય અધિકાર છે. અને આ કથિત વિવાદિત સ્થાન મોતિહારી જિલ્લાના મુખ્યાલયથી લગભગ 45 કિમી ઉત્તર પશ્ચિમમાં ઇન્ટરનેશનલ બોર્ડર પર છે. જો કે આ મુદ્દો થોડો સમય પહેલા થયો હતો.

મળતી માહિતી અનુસાર, બિહારના પાણી સંસાધન વિભાગ બહુ પહેલાથી જ આ ઘાટનું નિર્માણ કર્યું હતું. અને તે ચોમાસા પહેલા દર વર્ષની જેમ આ વર્ષે પણ તેમનું રિપેરિંગ કરાવી રહ્યા હતા. પણ નેપાળી અધિકારીઓએ આવીને આ મામલે આપત્તી વ્યક્ત કરતા આ કામને રોકવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે, આવી પહેલીવાર બન્યું છે જ્યારે આ વિસ્તાર પર નેપાળે પોતાનો હોવાનો દાવો કર્યો હોય.

ઉલ્લેખનીય છે કે, નેપાળના હિમાલયી ક્ષેત્રથી નીકળતી લાલબકેઇ નદી પૂર્વી ચંપારણ જિલ્લામાં નોન યુનિટ રૂપથી ગુમ થવાના પહેલા બલુઆ ગુબાડી પંચાયતના માધ્યમથી બિહારમાં પ્રવેશે છે. નેપાળની પહાડીઓ પર ભારે વરસાદ પછી આ નદીમાં પૂર આવે છે. માટે આ વિસ્તારના ઘાટનું રિપેરિંગ જરૂરી છે. પણ આ વખતે નેપાળે તેને રોકી દીધું છે.

ભારત અને નેપાળ વચ્ચે વિવાદ વધુ ને વધુ વકરી રહ્યો છે. નેપાળના એક નવા નક્શામાં ભારતના કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરાને પોતાનો હિસ્સો બતાવ્યો. મહત્વની બાબત છે કે ગત વખતે વિરોધ કરનારી નેપાળની મુખ્ય વિરોધી પાર્ટી નેપાળી કોંગ્રેસનું પણ કેપી ઓલી શર્માની સરકારને આ વખતે સમર્થન મળ્યું છે. નેપળ સરકારે નવા રાજકીય નકશાના સંબંધમાં સંશોધન બિલ પોતાની સંસદમાં રજૂ કર્યું છે. નેપાળના કાયદા મંત્રી શિવમાયા તુંબાહંફેએ નવા નકશાના સંબંધમં બિલ રજૂ કર્યું છે. નેપાળે આ નકશામાં ભારતના કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરાને પણ સામેલ કર્યાં છે. આ વિવાદ આવનારા સમયમાં વધશે તેમ લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા આટલા વર્ષોમાં નેપાળની તરફથી આ મામલે કોઇ પ્રકારનો વિરોધ કરવામાં નહતો આવ્યો. પણ હવે એક પછી એક દાવા અને વિવાદો આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *