બાળકોમાં પોષણ નું સ્તર સુધારવા માટે શરૂ કરવામાં આવેલી midday meal યોજના ને લઈને એક મોટી ખબર સામે આવી છે. જાણકારી અનુસાર મંગળવારે ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર ના એક સરકારી શાળામાં મધ્યાહન ભોજનની દાળમાં મરેલો ઉંદર નીકળ્યો દાળમાં મરેલા ઉંદર હોવાની જાણકારી મળવા સુધીમાં તો ઘણા વિદ્યાર્થીઓ અને સ્ટાફે ખાવાનું ખાઈ લીધું હતું. જેના કારણે તેમની તબિયત ખરાબ થઈ ગઈ અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે mid daymeal યોજના હેઠળ ૬ થી ૮ સુધીના વિદ્યાર્થીઓ અને દરરોજ સ્કૂલમાં ભોજન લેવામાં આવે છે. muzaffarnagar ની આ શાળામાં દરરોજ આવતો ભોજન mid day meal, હાપુર સ્થિત જન કલ્યાણ સંસ્થા દ્વારા બનાવવામાં આવે છે. મંગળવારે mid day meal નો ભોજન ખાધા બાદ નવ વિદ્યાર્થીઓ અને એક શિક્ષક ની તબિયત લથડી જતાં તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા અને તેમને એક કલાકમાં રજા આપી દેવામાં આવી હતી.
એક સૂત્રે જણાવ્યું કે અડદની દાળ ના ડબ્બામાં મરેલો ઉંદર હતો. રિપોર્ટરના સવાલ પર છઠ્ઠા ધોરણના વિદ્યાર્થી શિવાંગ એ કહ્યું કે હું જ્યારે ચમચીથી દાળ લઇ રહ્યો હતો ત્યારે મેં ઉંદરને દાળ ના ડબ્બામાં જોયો હતો. આ ઉંદરને જોયો, ત્યાં સુધીમાં લગભગ પંદર વિધાર્થીઓએ ખાઈ લીધું હતું.
ઉલ્લેખનીય છે કે થોડા અઠવાડિયા અગાઉ ઉત્તર પ્રદેશ સરકાર ઘણા વિવાદોથી ઘેરાયેલી રહી છે. ગયા અઠવાડિયે જ સોનભદ્ર ની એક શાળામાં 85 વિદ્યાર્થીઓને એક લીટર દૂધમાં એક ડોલ પાણી ભેળવીને પીવડાવવાનો એક વીડિયો સામે આવ્યો હતો. વિડીયોમાં રસોઈઓ હાથમાં તેલ નો ગ્લાસ પકડીને દૂધ ની રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓને પાણી મેળવેલુ દુધ પીવડાવી રહ્યો હતો. જ્યારે સપ્ટેમ્બરમાં મિરઝાપુર ના એક સ્કૂલમાં મધ્યાન ભોજન માં વિદ્યાર્થીઓને માત્ર મીઠું અને રોટલી ખવડાવતો વીડિયો પણ સામે આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.