દેશમાં કોરોના(Corona)ના કેસમાં દિવસેને દિવસે સતત વધારો થઈ રહ્યો છે તો સાથે ઓમિક્રોન(Omicron) પણ પાછી પાની કરવાનું નામ નથી લઈ રહ્યો. દરરોજ રેકોર્ડ બ્રેક કોરોનાના કેસો સામે આવી રહ્યા છે. જેને કારણે દેશ વાસીઓની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. જો આવી જ રીતે કોરોના ના કેસમાં વધારો થતો રહેશે તો ત્રીજી લહેર(Third wave)ને આવતા કોઈ નહિ રોકી શકે. ત્યારે હવે આ કોરોનાની મહામારી વચ્ચે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.
એમપીના રીવા જિલ્લાના ખેડૂત ધરમજય સિંહ આઠ મહિના પહેલા કોરોનાથી સંક્રમિત થયા હતા. ચેપ લાગ્યા બાદ તેને સારવાર માટે રીવાની સંજય ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બાદમાં ફેફસામાં વધુ ઈન્ફેક્શન થતાં ડોક્ટરોની સલાહ પર સંબંધીઓ તેને ચેન્નાઈની એપોલો હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. આઠ મહિના સુધી ત્યાં ધરમજય સિંહની સારવાર કરવામાં આવી, પરંતુ તેમનો જીવ બચ્યો નહીં. પરિવારે સારવાર પાછળ આઠ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.
100% સંક્રમિત થઇ ગયા હતા ફેફસાં:
આઠ મહિના પહેલા રીવા જિલ્લાના રાકરી ગામના રહેવાસી ધરમજય સિંહને કોરોના સંક્રમણના લક્ષણો જણાતા શંકાસ્પદ ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેને રીવાની સંજય ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે પરિસ્થિતિમાં સુધારો ન થયો, ત્યારે તેને એરલિફ્ટ કરીને ચેન્નાઈ લઈ જવામાં આવ્યો. તેમને ચેન્નાઈની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દેશના જાણીતા તબીબો તેમજ લંડનના તબીબોએ તેમની સારવાર કરી હતી. તેમણે મંગળવારે રાત્રે ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.
સ્ટ્રોબેરી અને ગુલાબની ખેતી કરતા હતા ધરમજય સિંહ:
ધર્મજય સિંહની ગણના રાજ્યના પ્રગતિશીલ ખેડૂતોમાં થતી હતી. મૌગંજ વિસ્તારના રાકરી ગામના રહેવાસી ધરમજય સિંહની સમગ્ર રાજ્યમાં એક અલગ ઓળખ હતી. તેણે સ્ટ્રોબેરી અને ગુલાબની ખેતી કરીને વિંધ્ય પ્રદેશમાં એક અલગ ઓળખ બનાવી છે. 26 જાન્યુઆરી 2021 ના રોજ, સીએમ શિવરાજ સિંહ ચૌહાણે એસએફ ગ્રાઉન્ડના મેદાનમાં આયોજિત સમારોહમાં તેમનું સન્માન કર્યું.
2 મે, 2021ના રોજ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો:
પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, તબિયત અચાનક બગડ્યા બાદ 30 એપ્રિલ 2021ના રોજ કોવિડ-19ની તપાસ કરવામાં આવી હતી. 2 મેના રોજ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને રીવાની સંજય ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં 18 દિવસ સુધી સારવાર લીધા બાદ તેમને વધુ સારી સારવાર માટે એર એમ્બ્યુલન્સ દ્વારા ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેઓ માત્ર ચાર દિવસમાં જ કોરોના સંક્રમણથી સાજા થઈ ગયા હતા. પરંતુ ફેફસામાં 100% ચેપ હતો. આ પછી હોસ્પિટલમાં ઇક્મો મશીનની મદદથી તેને નવું જીવન આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા.
અઠવાડિયા પહેલા બીપી અચાનક ઘટી ગયું:
એક અઠવાડિયા પહેલા તેનું બ્લડ પ્રેશર અચાનક ઘટી ગયું હતું. હોસ્પિટલના તબીબોએ તેમને આઈસીયુમાં ખસેડ્યા હતા, જ્યાં તેમને બ્રેઈન હેમરેજ થયું હતું. ઘણી બીમારીઓને કારણે તે સાજો થઈ શક્યો નહીં. 8 મહિનાની સારવાર બાદ ચેન્નાઈની હોસ્પિટલમાં તેનું મૃત્યુ થયું હતું. પરિવારજનોએ જણાવ્યું કે આ સારવારમાં આઠ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. એકમો મશીનની કિંમત દરરોજ બે થી ત્રણ લાખ રૂપિયા હતી. વેન્ટિલેટર નિષ્ફળ જાય પછી, દર્દીને એકમો મશીનની જરૂર પડે છે. સારવારમાં ખેડૂત ધરમજય સિંહના પરિવારજનોએ 50 એકર જમીન વેચી દીધી હતી.
સરકાર તરફથી ચાર લાખની મદદ:
ખેડૂત ધરમજય સિંહના મોટા ભાઈ પ્રદીપ સિંહ એડવોકેટ છે. તેણે કહ્યું છે કે અમે અમારા ભાઈને બચાવવા માટે તમામ પ્રયાસ કર્યા હતા. આઠ કરોડ રૂપિયા ખર્ચીને તેની સારવાર કરાવી છે. પૈસાની અછતને પહોંચી વળવા 50 એકર જમીન વેચી. હજુ પણ તેના ભાઈને બચાવી શક્યા નથી. સરકાર તરફથી પણ બહુ મદદ મળી નથી. સારવાર માટે સરકાર તરફથી 4 લાખ રૂપિયાની આર્થિક સહાય મળી હતી. તેમની સારવાર પાછળ દરરોજ એકથી ત્રણ લાખ રૂપિયાનો ખર્ચ થતો હતો. ભાઈએ કહ્યું કે તેણે કોવિડ મહામારી દરમિયાન લોકોની ખૂબ સેવા કરી હતી. આ દરમિયાન તેને ચેપ લાગ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.