ગુજરાતથી થોડે દુર આવેલા આ હિલ સ્ટેસન પર ખુલ્લેઆમ ફરી રહ્યા છે વાઘ, આજે એવી ઘટના સર્જાઈ કે…

મધ્યપ્રદેશના હોશંગાબાદ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. રવિવારે ગુલઝાર હિલ સ્ટેશન પચમઢીના ટૂરિસ્ટ સ્પોટ બી ફોલ પર વાઘ અચાનક પાર્કિંગ વિસ્તારમાં આવ્યો હતો.

પાર્કિંગ વિસ્તારમાં વાઘને જોઇને પ્રવાસીઓના હોશ ઉડી ગયા હતા. વાઘ લગભગ અડધો કલાક સુધી બી ફોલની આસપાસ ફરતો રહ્યો. પ્રવાસીઓએ મોબાઇલમાંથી વાઘનો એક વીડિયો પણ બનાવ્યો હતો, જે આ સમયે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વાઘને જોતાં બી ફોલ પર હાજર પ્રવાસીઓમાં દોડધામ મચી ગઈ હતી. પાર્કિંગ વિસ્તારમાં વાઘને જોઈને, બધા પ્રવાસીઓને તેમના વાહનોમાં બેસવાની સૂચના આપવામાં આવી હતી.

આ સમાચાર મળતા જ સતપુરા ટાઇગર રિઝર્વની ટીમ બી ફોલ પહોંચી હતી. લગભગ અડધો કલાક સુધી બી ફોલની આસપાસ ચાલ્યા પછી, ટાઇગર ત્યાંથી ગાયબ થઈ ગયો. ટાઇગર ગાયબ થતાં પ્રવાસીઓએ રાહતનો શ્વાસ લીધો.

ટાઇગર રિઝર્વ ટીમે વાઘની શોધ શરૂ કરી છે. તેમનું કહેવું છે કે, નજીકના વિસ્તારોમાં વાઘ પર નજર રાખવામાં આવી રહી છે. ટાઇગરની હાજરી પછી, બી ફોલ પર પ્રવાસીઓનો પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *