ભારતીય ક્રિક્રેટ ટીમનાં ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ શનિવારનાં રોજ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. ICC વનડે તથા T-20 વર્લ્ડ કપ તથા ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર વિશ્વનાં એકમાત્ર કેપ્ટને પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, “આભાર. આપનાં પ્રેમ તેમજ સપોર્ટને માટે. 19:29 એટલે કે 7:29 થી મને નિવૃત જ સમજો.”
મહેન્દ્ર સિંહ ધોનીએ 15મી ઓગસ્ટનાં રોજ એટલે કે ગઈકાલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. આની સાથે જ ઘણાં સમયથી ફેલાયેલી અટકળોને પણ વિરામ મળ્યો છે. ગયાં વર્ષે થયેલ વર્લ્ડકપ પછીથી જ ધોની ક્રિકેટથી ઘણો દૂર રહ્યો હતો તથા ત્યારપછીથી જ એનાં ક્રિકેટથી સંન્યાસને લઈને અટકળોનો માહોલ યથાવત જ રહ્યો હતો.
ત્યારે હવે સંન્યાસ બાદ ધોની શું કરશે એને લઈને ખુબ ચર્ચા ચાલી રહી છે. હવે એવી માહિતી મળી આવી છે, કે ધોની ઓર્ગેનિક ખેતી તથા ખેડૂતોને માટે કામ કરશે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે ધોની ખેડૂતોની મદદ કરવાં માટે ઇચ્છે છે તથા એમનાં માટે ધોની ‘ન્યૂ ગ્લોબલ’ કરીને એક નવી બ્રાન્ડ લાવવાની પણ તૈયારીમાં છે.
જાણકારી મુજબ ધોની સુવિધાથી દૂર એવા વિસ્તારમાં રહેતાં ખેડૂતોને ઓછી કિંમતમાં ખુબ જ સસ્તા ફર્ટિલાઇઝર પહોંચાડવાં માંગે છે. આની માટે ધોનીની કંપની રાજ્ય સરકારની સાથે વાતચીત પણ કરી રહી છે.
આની સિવાય રિપોર્ટ અનુસાર ગ્ક્ત ખેડૂતો માટે જ નહીં પરંતુ ધોની ગરીબ તેમજ ટેલેટેડ બાળકોની માટે પણ કામ કરવાં માંગે છે. જેથી તે ગ્લોબલ સ્કૂલની એક યોજના પણ બનાવી રહ્યો છે. જો, કે અત્યાર સુધીમાં એવી કોઈપણ પુષ્ટિ કરવામાં આવી નથી કે ધોની સંપૂર્ણ રીતે ઓર્ગેનિક ખેતી જ કરશે કે પછી ખેડૂતોની મદદ પણ કરશે.
આપને જણાવી દઈએ કે જૂન માસમાં જ ધોનીએ અંદાજે કુલ 8 લાખ રૂપિયાનું એક ટ્રેક્ટર પણ ખરીદ્યું હતું. રાંચીમાં પણ ધોનીનું કુલ 7 એકરનું એક ફાર્મહાઉસ પણ છે. જેમાં એણે શાનદાર ઘરની સાથે બાઇક, કાર તથા મોટું પાર્ક પણ બનાવ્યું છે. આની સિવાય ઘણી જમીન ખાલી પણ છે. જ્યાં એ ખેતી કરી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews