વર્ષ 2023 ની શરૂઆતમાં જ Mukesh Ambani એ 100 વર્ષ જૂની કંપની સાથે કરી મોટી ડીલ- ખરીદી લીધો 50 ટકા હિસ્સો

Mukesh Ambani સતત પોતાનો બિઝનેસ વધારી રહ્યા છે. છેલ્લા વર્ષ 2022માં તેણે એક પછી એક અનેક ડીલ ફાઈનલ કરી, જ્યારે નવા વર્ષ 2023ની શરૂઆતમાં આપી બીજી મોટી ખુશ ખબર સામે આવી છે. રિલાયન્સ ગ્રૂપની રિલાયન્સ રિટેલે જાહેરાત કરી છે કે તે ગુજરાતની 100 વર્ષ જૂની બેવરેજ કંપની સોસિયોમાં 50 ટકા હિસ્સો ખરીદશે.

50 ટકા હિસ્સો હસ્તગત કરવામાં આવશે
રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (RCPL) ગુજરાત સ્થિત કાર્બોરેટેડ સોફ્ટ ડ્રિંક્સ (CSD) અને જ્યુસ બનાવતી કંપની Socio Hazuri Beverages Pvt Ltd (SHBPL) માં 50 ટકા હિસ્સો ખરીદવા જઈ રહી છે. નવા વર્ષની શરૂઆતમાં કંપની દ્વારા કરવામાં આવેલી આ પ્રથમ મોટી ડીલ છે.

રિલાયન્સ રિટેલ દ્વારા મંગળવારે જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે આ અધિગ્રહણ આરસીપીએલને તેના બેવરેજીસ પોર્ટફોલિયોમાં વધારો કરવામાં સક્ષમ બનાવશે. રિલાયન્સ કંપનીમાં 50 ટકા હિસ્સો ધરાવશે અને 100 વર્ષ જૂની બેવરેજીસ ઉત્પાદક કંપનીના વર્તમાન પ્રમોટર હઝુરી પરિવાર કંપનીમાં બાકીનો હિસ્સો જાળવી રાખશે.

Sosyo એ 100 વર્ષ જૂની બ્રાન્ડ છે
સોસિયો લગભગ 100 વર્ષ જૂની કાર્બોનેટેડ સોફ્ટ ડ્રિંક્સ (CSD) અને જ્યુસની પ્રતિષ્ઠિત ભારતીય બ્રાન્ડ છે. તેની શરૂઆત વર્ષ 1923માં અબ્બાસ અબ્દુલરહીમ હઝુરીએ કરી હતી. આ પેઢી સ્થાનિક સોફ્ટ ડ્રિંક્સ માર્કેટમાં ટોચની બ્રાન્ડ્સમાંની એક છે. કંપની ગુજરાતમાં સોસ્યો, કાશ્મીરા, લેમી, જીનલિમ, રનર, ઓપનર, હજૂરી સોડા અને સાઉ જેવી બ્રાન્ડ સાથે મજબૂત હાજરી ધરાવે છે. કંપની પાસે લગભગ 100 ફ્લેવર્સ છે. હવે આ પેઢીએ તેનો 50 ટકા હિસ્સો દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સને વેચવાનો સોદો કર્યો છે.

ઈશા અંબાણીએ આ ડીલ વિશે વાત કરી હતી
રિલાયન્સ રિટેલ વેન્ચર્સના ડિરેક્ટર અને મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીએ આ ડીલ વિશે જણાવ્યું હતું કે, ‘આ સંયુક્ત સાહસ અમારા વિઝનને પ્રતિબિંબિત કરે છે જેના હેઠળ અમે દેશની સ્થાપિત બ્રાન્ડ્સ અને સ્થાનિક વ્યવસાયોને વૃદ્ધિની નવી તકો પૂરી પાડી રહ્યા છીએ. અમે અમારા ગ્રાહક બ્રાન્ડ પોર્ટફોલિયોમાં 100 વર્ષ જૂની કંપની Sosyoનો વારસો ઉમેરી રહ્યા છીએ અને અમને વિશ્વાસ છે કે અમારા ગ્રાહક આધાર અને છૂટક વિતરણની મજબૂતાઈ સોસિયોને નવી વૃદ્ધિની ગતિ પ્રદાન કરશે.’

નોંધનીય છે કે રિલાયન્સ તેના રિટેલ બિઝનેસને વિસ્તારવા માટે આ સેક્ટરમાં સતત નવા સોદા કરી રહી છે. ગયા વર્ષની શરૂઆતમાં, કંપનીએ પ્રતિષ્ઠિત બ્રાન્ડ કેમ્પાને હસ્તગત કરી હતી. હવે Sosyoનું અધિગ્રહણ રિલાયન્સ ગ્રુપની RCPL દ્વારા પૂર્ણ કરવામાં આવશે. RCPL એ FMCG યુનિટ છે અને દેશની અગ્રણી રિટેલ કંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL) ની પેટાકંપની છે.

રિલાયન્સ સાથે જોડાઈને આનંદ થયો
આ ડીલ અંગે અબ્બાસ હઝુરીએ જણાવ્યું હતું કે અમે રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ સાથેની આ ભાગીદારીમાં સામેલ થવાથી ખુશ છીએ. અમારી ક્ષમતાઓને સંયોજિત કરીને, અમે Sosyoના અનન્ય સ્વાદવાળા પીણા ઉત્પાદનોને ભારતના તમામ ગ્રાહકો માટે સુલભ બનાવીશું. પીણાંમાં લગભગ 100 વર્ષની અમારી સફરમાં આ એક નિર્ણાયક ક્ષણ છે, એમ તેમણે ઉમેર્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *